
૮માંથી ૭ ઈવેન્ટમાં જીત્યા ગોલ્ડ મેડલ એશિયન ગેમ્સ ૨૦૨૬માં ચીનના ૧૯ વર્ષીય ઝાંગ ઝાન્શુઓએ રચ્યો ઈતિહાસ પુરુષોની ૪૦૦ મીટર ફ્રીસ્ટાઈલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને ઝાંગ ઝાન્શુઓઅ એક જ એડિશનમાં કુલ ૭ ગોલ્ડ મેડલ જીતવાની સિદ્ધિ હાંસલ કરી
ટોક્યો ખાતે યોજાયેલી એશિયન ગેમ્સ ૨૦૨૬માં ચીનના ૧૯ વર્ષીય યુવા સ્વિમર ઝાંગ ઝાંશુઓએ ઈતિહાસ રચી દીધો છે. શુક્રવારે પુરુષોની ૪૦૦ મીટર ફ્રીસ્ટાઈલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને તેણે એક જ એડિશનમાં કુલ ૭ ગોલ્ડ મેડલ જીતવાની અસાધારણ સિદ્ધિ હાંસલ કરી છે. એશિયન ગેમ્સના ૭૫ વર્ષના ઈતિહાસમાં આ અગાઉ કોઈ પણ ખેલાડીએ એક જ એડિશનમાં આટલા ગોલ્ડ મેડલ જીત્યા નથી. ઝાંગે આ સ્પર્ધામાં કુલ ૮ ઈવેન્ટ્સમાં ભાગ લીધો હતો, જેમાંથી ૭ ઈવેન્ટ્સમાં તેણે સીધા પોડિયમ પર ટોચનું સ્થાન મેળવીને સોવર્ણ ચંદ્રક પોતાના નામે કર્યાે હતો.ટોક્યો એક્વેટિક્સ સેન્ટરમાં ઝાંગે પુરુષોની ૪૦૦ મીટર ળીસ્ટાઈલ રેસ ૩ મિનિટ ૪૧.૨૮ સેકન્ડના નવા ગેમ્સ રેકોર્ડ સમય સાથે પૂરી કરી હતી. તેણે જાપાનના સિલ્વર મેડલ વિજેતા કાઝુશી ઈમાફુકુને ૪.૨૭ સેકન્ડના મોટા માર્જિનથી પાછળ છોડી દીધો હતો. રેસ પૂરી થયા પછી તેણે લેન ડિવાઈડર પર બેસીને હાથની આંગળીઓ પર પોતાના સાતેય ગોલ્ડ મેડલ ગણીને અનોખી ઉજવણી કરી હતી.એશિયન ગેમ્સના ઈતિહાસમાં અગાઉ ૬ ગોલ્ડ મેડલ જીતવાનો રેકોર્ડ જાપાનની રિકાકો ઈકીના નામે હતો, જેણે ૨૦૧૮માં જકાર્તા ખાતે ૬ ગોલ્ડ મેળવ્યા હતા. ત્યારબાદ ૨૦૨૩માં હાંગઝૂ એશિયન ગેમ્સમાં ચીનની ઝાંગ યુફેઈએ પણ ૬ ગોલ્ડ જીતીને તેની બરાબરી કરી હતી. પરંતુ ઝાંગ ઝાંશુઓએ ૭ ગોલ્ડ મેડલ જીતીને આ બંને દિગ્ગજાેને પાછળ છોડી દીધા છે.ઝાંગે માત્ર સ્પ્રિન્ટ જ નહીં, પરંતુ લાંબા અંતરની તમામ મેરેથોન ઈવેન્ટ્સમાં પણ સંપૂર્ણ દબદબો જાળવ્યો હતો. તેણે પુરુષોની ૨૦૦ મીટર, ૪૦૦ મીટર, ૮૦૦ મીટર અને ૧,૫૦૦ મીટર ળીસ્ટાઈલ જેવી તમામ વ્યક્તિગત સ્પર્ધાઓમાં ગોલ્ડ જીત્યો હતો. આ ઉપરાંત, પુરુષોની ૪ટ૨૦૦ મીટર ળીસ્ટાઈલ રિલેમાં ચીનની ટીમે ૭:૦૦.૧૭ના સમય સાથે અને ૪ટ૧૦૦ મીટર ળીસ્ટાઈલ રિલેમાં ૩:૧૦.૬૦ના સમય સાથે નવા એશિયન રેકોર્ડ બનાવીને ગોલ્ડ મેડલ જીત્યા હતા. સાથે જ વધુ એક રિલે ઈવેન્ટ મળીને તેણે કુલ ત્રણ રિલે ગોલ્ડ પોતાના નામે કર્યા હતા.ઝાંગના ઐતિહાસિક પ્રદર્શનના દમ પર ચીને સ્વિમિંગ મેડલ ટેલીમાં જંગી સરસાઈ મેળવી લીધી છે. શુક્રવારની ૭ ફાઈનલમાંથી ૫ ગોલ્ડ જીતીને ચીન કુલ ૩૦ ગોલ્ડ મેડલ સાથે મેડલ ટેલીમાં પ્રથમ સ્થાને રહ્યું હતું, જ્યારે જાપાન માત્ર ૭ ગોલ્ડ મેડલ સાથે બીજા સ્થાને ઘણું પાછળ રહી ગયું હતું. ચીનની લી બિંગજીએ મહિલાઓની ૮૦૦ મીટર ળીસ્ટાઈલમાં પોતાનો ૫મો ગોલ્ડ અને ઝાંગ યુફેઈએ ૫૦ મીટર બટરફ્લાયમાં પોતાનો ૪થો ગોલ્ડ મેળવ્યો હતો.




