
દહીં હાંડી ઉત્સવ દરમિયાન દુર્ઘટના મુંબઈમાં ૨૨ ‘ગોવિંદા’ ઈજાગ્રસ્ત, એક મહિલાનું મોત પુણેના ઓલ્ડ સાંગવી વિસ્તારમાં દહીં હાંડી કાર્યક્રમ પૂર્ણ થયા બાદ લોખંડનું એક અસ્થાયી માળખું ધરાશાયીમહારાષ્ટ્રમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પાવન અવસરે દહીં હાંડીનો તહેવાર પરંપરાગત હર્ષોલ્લાસ, અતૂટ શ્રદ્ધા અને ભારે ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો. જાેકે, રાજ્યભરમાં ચાલી રહેલી આ ભવ્ય ઉજવણી દરમિયાન કેટલીક દુર્ઘટના પણ સામે આવી છે, જેના કારણે ઉત્સવના રંગમાં ભંગ પડ્યો.
પુણેના ઓલ્ડ સાંગવી વિસ્તારમાં દહીં હાંડી કાર્યક્રમ પૂર્ણ થયા બાદ લોખંડનું એક અસ્થાયી માળખું અચાનક ધરાશાયી થતાં ૪૫ વર્ષીય મહિલા કાટમાળ નીચે દબાઈ ગઈ અને તેમનું મોત થયું. બીજી તરફ, મુંબઈમાં દહીં હાંડી ફોડવા માટે ઊંચા માનવ પિરામિડ બનાવતી વખતે ૨૨ ગોવિંદા ઈજાગ્રસ્ત થયા. પુણેના ઓલ્ડ સાંગવી વિસ્તારમાં શુક્રવાર મોડી રાત્રે દુ:ખદ અકસ્માત સર્જાયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, વિઘ્નહર્તા મંડળ દ્વારા આયોજિત દહીં હાંડી કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મજૂરો લોખંડના અસ્થાયી પંડાલને હટાવી રહ્યા હતા. તે દરમિયાન લોખંડનો ભારે ભાગ ૪૫ વર્ષીય સલમા સલાઉદ્દીન પઠાણ પર પડ્યો હતો. આ અકસ્માતમાં મહિલાના માથામાં ગંભીર ઈજા થઈ હતી. તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કરી હતી. પોલીસે જણાવ્યું કે, મૃતક મહિલાનો પુત્ર આ જ આયોજક મંડળ સાથે જાેડાયેલો હતો. પરિવારના સભ્યોએ આયોજકો વિરુદ્ધ કોઈ ફરિયાદ નોંધાવવાનો ઇનકાર કર્યો છે. પરિવારે પોલીસને પણ આ મામલે પોતાની તરફથી કોઈ કેસ નોંધવા વિનંતી કરી નથી. હાલમાં પોલીસે અકસ્માતે થયેલા મૃત્યુનો રિપોર્ટ નોંધ્યો છે અને માળખું કયા કારણોસર ધરાશાયી થયું તેની તપાસ હાથ ધરી છે.
બીજી તરફ, મુંબઈમાં ઊંચાઈ પર બાંધવામાં આવેલી દહીં હાંડી ફોડવા માટે અનેક સ્તરનો માનવ પિરામિડ બનાવતી વખતે ૨૨ ગોવિંદા ઈજાગ્રસ્ત થયા હતા. મ્સ્ઝ્રના અધિકારીઓએ શનિવારે જણાવ્યું કે આ ૨૨ ઈજાગ્રસ્તોમાંથી ૨૧ લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, શહેરની વિવિધ હોસ્પિટલોમાં ૨૦ ઈજાગ્રસ્તોને દાખલ કરવામાં આવ્યા હતા, જેમને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી હતી. આ ઉપરાંત, પૂર્વીય ઉપનગરમાં ઈજાગ્રસ્ત થયેલા એક ગોવિંદાને પણ સારવાર બાદ રજા આપવામાં આવી છે. જ્યારે પશ્ચિમ ઉપનગરમાં ઈજાગ્રસ્ત થયેલા અન્ય એક ગોવિંદાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.




