
૨૪ કલાકમાં જળસપાટીમાં ૧૨ સેમીનો વધારો ગુજરાત માટે સારા સમાચાર, નર્મદા ડેમમાં પાણીની આવક વધી વરસાદની ખેંચ વચ્ચે નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક વધતા રાજ્ય માટે મહત્વપૂર્ણ રાહત મળી ગુજરાતમાં એક તરફ વરસાદ ખેંચાતા ખેડૂતો અને લોકો ચિંતિત બન્યા છે, ત્યારે બીજી તરફ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ સાઈટથી રાહતના સમાચાર સામે આવ્યા છે. નર્મદા નદીના ઉપરવાસમાં સારો વરસાદ પડતાં, સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. જેના પગલે નર્મદા ડેમની જળસપાટીમાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો છે. હાલ નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી ૫૮,૫૨૫ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. પાણીની આવક વધતાં ડેમની જળસપાટી ૧૩૫.૭૫ મીટર પર પહોંચી છે. છેલ્લા ૨૪ કલાકમાં ડેમની જળસપાટીમાં ૧૨ સેન્ટિમીટરનો વધારો નોંધાયો છે.
નર્મદા ડેમમાં હાલ ૭૯૨૦.૭૩ સ્ઝ્રસ્ લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો સંગ્રહિત છે. નર્મદા ડેમની મહત્તમ જળસપાટી ૧૩૮.૬૮ મીટર છે. એટલે હાલ ડેમની સપાટી મહત્તમ સપાટીથી હજુ નીચે છે, પરંતુ ઉપરવાસમાંથી પાણીની આવક વધવી ગુજરાત માટે રાહતરૂપ સમાચાર છે.
ગુજરાતમાં ચોમાસાની સિઝન દરમિયાન કેટલાક વિસ્તારોમાં વરસાદ ખેંચાતા સિંચાઈ અને પીવાના પાણીના વ્યવસ્થાપનને લઈને ચિંતા વધી રહી છે. આવા સમયે નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક વધતા રાજ્ય માટે મહત્વપૂર્ણ રાહત મળી છે.
નર્મદા ડેમમાંથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં પીવાના પાણી ઉપરાંત સિંચાઈ માટે પણ પાણી પહોંચાડવામાં આવે છે. તેથી ડેમમાં પાણીની આવક અને જળસપાટીમાં વધારો આગામી દિવસોમાં પાણીના વ્યવસ્થાપન માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. હાલમાં ઉપરવાસમાં વરસાદની સ્થિતિ અને નર્મદા ડેમમાં પાણીની આવક પર તંત્ર સતત નજર રાખી રહ્યું છે.




