
સિદ્ધાર્થ મલ્હોત્રાએ દીકરી સારાયાહના ઉછેરને જીવનનો ‘સૌથી અદ્ભુત અનુભવ’ ગણાવ્યો સિદ્ધાર્થને આઈએએ લીડરશિપ એવર્ડ્ઝ ૨૦૨૬માં બ્રાન્ડ એન્ડોર્સર ઓફ ધ યર આપવામાં આવ્યો હતો
અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ પિતૃત્વના પોતાનાં અનુભવ વિશે વાત કરતા દીકરી સારાયાહને ઉછેરવાના અનુભવને પોતાના જીવનનો “સૌથી અદ્ભુત અનુભવ” ગણાવ્યો છે. સિદ્ધાર્થે એક ઇવેન્ટમાં જણાવ્યું કે માતા-પિતા બન્યા બાદ તેમનાં જીવનમાં એક નવી અર્થપૂર્ણતા, મુલ્ય અને શીખવાનો અનુભવ ઉમેરાયો છે. સાથે જ જીવનની પ્રાથમિકતાઓને જાેવાની તેમની રીતમાં પણ પરિવર્તન આવ્યું છે.સિદ્ધાર્થને આઈએએ લીડરશિપ એવર્ડ્ઝ ૨૦૨૬માં બ્રાન્ડ એન્ડોર્સર ઓફ ધ યર આપવામાં આવ્યો હતો. જ્યાં તેણે પોતાની દિકરી વિશે વાત કરી હતી. પિતૃત્વના અનુભવ અંગે સિદ્ધાર્થે કહ્યું, “અમે એક નાની દીકરીના માતા-પિતા બનવા બદલ ખુબ નસીબદાર છીએ, એ ગયા મહિને જ એક વર્ષની થઈ છે. આ મારા જીવનનો સૌથી અદ્ભુત અનુભવ રહ્યો છે અને તેનાથી ઘણું શીખવા મળ્યું છે.”દીકરીને વધતી જાેવાથી તેના જીવનમાં એક નવું પરિમાણ ઉમેરાયું હોવાનું જણાવતા સિદ્ધાર્થે કહ્યું, “તે તમારા જીવનમાં ઘણું વધારે ઉમેરે છે; આપણે જે દુનિયામાં રહીએ છીએ તેમાં તમે જે કરો છો એમૉતે વધુ મૂલ્ય ઉમેરે છે. તેનું વર્ણન કરવું ખૂબ મુશ્કેલ છે.”સિદ્ધાર્થે વધુમાં જણાવ્યું કે સારાયાહ મોટી થઈ રહી છે અને પોતાનું વ્યક્તિત્વ વિકસાવી રહી છે ત્યારે બંને એકબીજાને પણ સમજી રહ્યાં છે. તેણે કહ્યું, “અમે દર મહિને એકબીજાને સમજવાનો અને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ સુંદર સંબંધ સતત વધુ ગાઢ બને તેવી આશા છે અને મને મારી નાની દીકરી પાસેથી ઘણું બધું શીખવા મળે.”પેરેન્ટિંગ અંગે પોતાના અભિગમ વિશે વાત કરતાં સિદ્ધાર્થે બાળકને ઉછેરવાની પ્રક્રિયાની તુલના છોડને ઉછેરવા સાથે કરી. તેણે કહ્યું, “હું એક સારો માળી બનવાનો પ્રયાસ કરી રહ્યો છું, જેથી તે એક અદ્ભુત વ્યક્તિ તરીકે વિકસી શકે.”




