
યુવતી સાથે જે થયું તેની હકીકત જાેઈ ધ્રુજી જશો સામૂહિક બળાત્કારની સત્ય ઘટના પર આધારિત ડોક્યુમેન્ટ્રી OTT પર રિલીઝ હાથરસ ૧૬ ડેઝ સીરીઝ રિલીઝ થયાની સાથે જ ચર્ચાનો વિષય બની છે, આ ડોક્યુમેન્ટ્રીમાં ૨૦૨૦ માં બનેલી ઘટનાનું સત્ય દેખાડવામાં આવ્યું છે
ઓટીટી પ્લેટફોર્મ પર હાથસરમાં બનેલી સામુહિક બળાત્કારની ઘટના પર આધારિત ડોક્યુમેન્ટ્રી સીરીઝ રિલીઝ કરવામાં આવી છે. આ સીરીઝનું નામ છે હાથરસ ૧૬ ડેઝ. આ સીરીઝનું આઈએમડીબી રેટિંગ ૯.૨ છે. હાથરસ ૧૬ ડેઝ સીરીઝ ઉત્તર પ્રદેશના હાથરસમાં બનેલી સત્ય ઘટના પર આધારિત છે.
૧૪ સપ્ટેમ્બર ૨૦૨૦ ના રોજ હાથરસમાં ૧૯ વર્ષની યુવતી સાથે સામૂહિક બળાત્કારની ઘટના બની હતી. જેને ગંભીર હાલતમાં દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૦ ના રોજ તેનું મોત થઈ ગયું હતું. આ ઘટના પછી દેશભરમાં જન આક્રોશ ફાટી નીકળ્યો હતો.
અલગ અલગ ઓટીટી પ્લેટફોર્મ પર સત્ય ઘટના પર આધારિત દમદાર વેબ સીરીઝ અને ડોક્યુમેન્ટ્રી આવી ચુકી છે. જેમાં દિલ્હી ક્રાઈમ, આશ્રમ સહિતની સીરીઝનો સમાવેશ થાય છે. જેમાંથી એક હાથરસ ૧૬ ડેઝ પણ છે. સીરીઝ ૧૬ ડેઝ ૧૯ વર્ષીય યુવતીએ સહન કરેલી પીડાને દર્શાવે છે.
હાથરસ ૧૬ ડેઝ સીરીઝમાં ઉત્તર પ્રદેશના હાથરસમાં યુવતી સાથે થયેલા સામુહિક બળાત્કાર પછી જે જનઆક્રોશ દેશભરમાં ફેલાયો હતો તે પણ દેખાડવામાં આવ્યો છે. ડોક્યુમેન્ટ્રી સીરીઝમાં નજરે જાેનારા લોકોના નિવેદન, ગ્રાઉન્ડ રિપોર્ટિંગ, જૂના ફુટેજ સહિતની વસ્તુઓ પણ દેખાડવામાં આવી છે જે સીરીઝને રિયલ બનાવે છે. હાથરસ ૧૬ ડેઝ વેબ સીરીઝ જાે તમારે પણ જાેવી હોય તો ઝી૫ પર જાેઈ શકો છો. આ વેબ સીરીઝ સત્ય ઘટનાઓ પર આધારિત ડોક્યુમેન્ટ્રી વેબ સીરીઝમાંથી બેસ્ટ સીરીઝ છે.



