
૬ લોકોના દર્દનાક મોત અમેરિકાની વર્જિનિયા યુનિવર્સિટી અને મિશિગનમાં અંધાધૂંધ ગોળીબાર મિશિગન સ્ટેટ પોલીસના જણાવ્યા અનુસાર, મિસોકી કાઉન્ટીમાં એક ઘર અને જંગલ વિસ્તારમાંથી આ પીડિતોના શબ મળી આવ્યા અમેરિકામાં ગોળીબારની અલગ-અલગ ઘટનાઓએ સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. મિશિગનમાં બનેલી એક હૃદયાધ્રાવક ઘટનામાં ગોળીબાર દરમિયાન એક કિશોર અને ચાર પુખ્ત વયના લોકો સહિત કુલ ૬ વ્યક્તિઓના મોત નીપજ્યા છે. મિશિગન સ્ટેટ પોલીસના જણાવ્યા અનુસાર, મિસોકી કાઉન્ટીમાં એક ઘર અને જંગલ વિસ્તારમાંથી આ પીડિતોના શબ મળી આવ્યા હતા. આ ઘટના બાદ મોટા પાયે હેલિકોપ્ટર અને પોલીસ દળો દ્વારા હાથ ધરવામાં આવેલી શોધખોળ દરમિયાન ૩૯ વર્ષીય શંકાસ્પદ ચાડ હિકમૈન મૃત હાલતમાં મળી આવ્યો હતો. ગોળીબારની આ ઘટનાએ સ્થાનિક સમુદાયમાં ભારે ચિંતા અને શોકનું વાતાવરણ ઊભું કર્યું છે. જ્યારે ગવર્નર ગ્રેચેન વ્હિટમરે આ સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખીને ઊંડી સંવેદના વ્યક્ત કરી છે.
એક અત્યંત ચિંતાજનક ઘટનામાં, વર્જિનિયા સ્ટેટ યુનિવર્સિટીના કેમ્પસમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત પહેલાં જ ગોળીબાર થતા ૬ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાને પગલે કેમ્પસમાં તણાવ ફેલાયો હતો અને તાત્કાલિક ધોરણે લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના ક્વોડ એનેક્સ પાસે બનેલી આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ ઘટનાનું સમય ખાસ કરીને ચિંતાજનક માનવામાં આવી રહ્યું છે, કારણ કે યુનિવર્સિટીમાં નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત થવાની હતી અને વિદ્યાર્થીઓ નવા સત્ર માટે કેમ્પસમાં પરત ફરી રહ્યા હતા.
યુનિવર્સિટીના અધિકારીઓએ જણાવ્યું કે મોટાભાગના વિદ્યાર્થીઓ વર્ગો માટે પરત ફરી રહ્યા છે ત્યારે આ પ્રકારની ઘટના બનવી ખૂબ જ દુખદ છે અને તેનાથી તમામ વિદ્યાર્થીઓના મનમાં ડર બેસી ગયો છે. જાે કે, સુરક્ષાદળો અને સ્થાનિક પોલીસની સમયસરની કાર્યવાહી બાદ કેમ્પસમાંથી ખતરો ટળી ગયાની પુષ્ટિ કરીને લોકડાઉન હટાવી લેવામાં આવ્યું છે. ડેમોક્રેટ ગવર્નર એબિગેલ સ્પૈન બર્ગરે પણ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કરતા પીડિતોના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી છે અને કાયદો અમલી કરનાર અધિકારીઓનો આભાર માન્યો છે. હાલ આ બંને મામલે પોલીસ દ્વારા કડક તપાસ ચાલી રહી છે.




