
કરણ જાેહર આ પ્રોજેક્ટ ઓટીટી પ્લેટફોર્મ પર લાવશે મુસાફિર કાફેના રૂચિર અરુણ કરણ જાેહર માટે સીરિઝ બનાવશે અરુણને ‘લિટલ થિન્ગ્સ’ અને ‘ઘર વાપસી જેવા’ પ્રોજેક્ટ દ્વારા પાત્ર આધારીત અને આત્મીય કથાનક માટે પ્રસિદ્ધિ મળી હતી
કરણ જાેહરે પોતાની આગામી વેબ સીરિઝ માટે ડિરેક્ટર તરીકે ‘મુસાફિર’ કેફે’ના સર્જક અરુણ રુચિરની પસંદગી કરી છે. ‘મુસાફિર કેફ’ે રીલિઝ થયા પછી આ પ્રોજેક્ટ મળતા હિન્દી ઓટીટી પર એક આશાસ્પદ ફિલ્મસર્જક તરીકે અરુણની સ્થિતિ વધુ મજબૂત બની છે.જાેકે, આ સીરિઝનો વિષય, જાેનર કે કાસ્ટ વિશે કોઈ વિગતો હજુ સુધી જાહેર કરાઈ નથી. કરણ જાેહર આ પ્રોજેક્ટ કયાં ઓટીટી પ્લેટફોર્મ પર લાવશે તે પણ હજુ જાહેર કરાયું નથી.અરુણને ‘લિટલ થિન્ગ્સ’ અને ‘ઘર વાપસી જેવા’ પ્રોજેક્ટ દ્વારા પાત્ર આધારીત અને આત્મીય કથાનક માટે પ્રસિદ્ધિ મળી હતી. તેની નવી સીરીઝ ‘મુસાફિર કેફે’ શરણ્યા રાજગોપાલ લિખિત રોમેન્ટીક ડ્રામા છે . આ સીરિઝની કથાવસ્તુ અંગે સંખ્યાબંધ દર્શકો સંમત થયા નથી. જાેકે, ભાવનાત્મક સીરિઝ જાેવા ઈચ્છતા દર્શકોને તે પસંદ પડી છે. કરણ જાેહર પણ ઈમોશનલ બોન્ડિંગને રજૂ કરવાની રુચિર અરુણની શૈલીથી પ્રભાવિત થયો હોવાનું કહેવાય છે.




