
લૂના એન્થ્રોપિકના ક્લોડ એઆઈના ઓપસ ૪.૮ની મદદથી કામ કરી રહ્યો છે વિશ્વનો પહેલો કિસ્સો : એઆઈ બોસે કર્મચારીને નોકરીમાંથી હટાવ્યો કર્મચારી પોતાની ૨૩માંથી ૧૭ શિફ્ટમાં મોડો પહોંચ્યો હતો. હ્યુમન સ્ટાફે એઆઈની ભલામણની સમીક્ષા કર્યા બાદ કર્મચારીને નોકરીમાંથી હટાવ્યો એઆઈ હવે કર્મચારીઓને મેનેજ કરવાનું પણ કામ કરી રહ્યું છે. અમેરિકામાં એઆઈ દ્વારા મેનેજ કરવામાં આવી રહેલા એક પ્રાયોગિક સ્ટોરમાં એઆઈ મેનેજરે એક કર્મચારીને હટાવવાની ભલામણ કરી હતી. કર્મચારી પોતાની ૨૩માંથી ૧૭ શિફ્ટમાં મોડો પહોંચ્યો હતો. હ્યુમન સ્ટાફે એઆઈની ભલામણની સમીક્ષા કર્યા બાદ કર્મચારીને નોકરીમાંથી હટાવ્યો હતો.આ પ્રયોગ એન્ડોન લેબ્સ દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે. તેમના સ્ટોર એન્ડોન માર્કેટનું મેનેજમેન્ટ લૂના નામનો એઆઈ એજન્ટ કરી રહ્યો છે. કંપનીનો હેતુ એ તપાસવાનો છે કે, એઆઈને બિઝનેસ ચલાવવાની અને હ્યુમન કર્મચારીઓને મેનેજ કરવાની જવાબદારી સોંપવામાં આવે તો તે કેવી રીતે કામ કરે છે.લૂના એન્થ્રોપિકના ક્લોડ એઆઈના ઓપસ ૪.૮ની મદદથી કામ કરી રહ્યો છે. લૂના દુકાન માટે વિવિધ વસ્તુઓ પસંદ કરવાની ઉપરાંત કિંમતો અને વર્ક ટાઈમ, નોકરી માટે કર્મચારીઓ શોધવા જેવી કામગીરી કરે છે. આ સ્ટોરમાં બુક્સ, આર્ટવર્ક, ગેમ્સ અને બ્રાન્ડેડ વસ્તુઓ વેચાય છે.લૂનાએ કર્મચારીઓ માટે નિયમો બનાવ્યા હતા. નિયમોનું પાલન ન કરાતા આ કાર્યવાહી કરવામાં આવી હતી.




