
સેન્ટોરમાં પ્રાણીના ચાર પગની જગ્યાએ પૈડાં હોવાથી વધારે કાર્યક્ષમ શાંઘાઇની રન રોબોટ્કિસ કંપનીએ અર્ધનર અને અર્ધપ્રાણી જેવો સેન્ટોર રોબોટ બનાવ્યો વર્લ્ડઆર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ કોન્ફરન્સ ૨૦૨૬માં દુનિયાનો પહેલો સેન્ટોર રોબોટ ચીનની કંપનીએ રજૂ કર્યાે સંચીનના શાંઘાઇ શહેરમાં આવેલી કંપની રન રોબોટિક્સ દ્વારા અર્ધ નર અને અર્ધ પ્રાણી સમાન સેન્ટોર નામનો રોબોટ વિકસાવ્યો છે. હેરી પોટરની ફિલ્મમાં દર્શાવવામાં આવેલાં સેન્ટોરના પાત્રના શરીરનો ઉપલો હિસ્સો માણસો જેવો અને નીચેનો હિસ્સો જનાવરો જેવો હતો. આ દંતકથારૂપ પ્રાણીને સેન્ટોર તરીકે ઓળખવામાં આવે છે.શરદ ચીનની કંપનીના દાવા અનુસાર આ રોબોટમાં વપરાયેલાં ૯૫ ટકા પૂર્જા ચીનમાં જ બનાવવામાં આવ્યા છે. વર્લ્ડ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ કોન્ફરન્સ ૨૦૨૬માં દુનિયાનો પહેલો સેન્ટોર રોબોટ ચીનની આ કંપનીએ રજૂ કર્યાે હતો. આ રોબોટનો ઉપલો હિસ્સો હ્યુમેનોઇડ રોબોટ એટલે કે માણસ જેવા રોબોટ જેવો છે જ્યારે નીચેનો હિસ્સો ચાર પગ પર ચાલતાં જનાવરો જેવો છે. પગની નીચે પૈડાં પણ લગાવવામાં આવેલા છે.જેને કારણે તેમની કાર્યક્ષમતામાં વધારો થાય છે. ખતરનાક પરિસ્થિતિઓમાં કામ કરવા માટે આ રોબોટ તૈયાર કરવામાં આવ્યો છે.આ રોબોટ ૧૦૦થી ૧૨૦ કિલો વજન આસાનથી ઉંચકી શકે છે. તેમાં પગ અને પૈડાં બંને હોઇ આ વજનને સરળતાથી એક સ્થળેથી બીજા સ્થળે લઇ જઇ શકાય છે. કંપનીના જણાવ્યા અનુસાર આ રોબોટને બચાવ કામગીરીઓમાં સહાય કરવાના હેતુથી બનાવવામાં આવ્યો છે. ખતરનાક જગ્યાઓ પર આ રોબોટ તેની રચનાને કારણે આસાનીથી જઇ શકે છે અને તેમાંથી સરળતાથી બહાર પણ આવી શકે છે.




