
ગીતોના શબ્દો ઉપરાંત કમ્પોઝિશન અને ગાવાની શૈલી જાેઈને ગીત પસંદ કરે છે ‘કેટલાંક પુરુષવાદી ગીતો થોડાં પણ લોકપ્રિય હોવા છતાં મેં ના પાડી હતી’ : શ્રેયા ઘોષાલ ૨૦૨૫માં લિલી સિંહ સાથેની વાતચીત દરમિયાન શ્રેયાએ પોતાની કારકિર્દીમાં ગાયેલાં કેટલાક રોંચી ગીતો અંગે પણ વાત કરી હતી લોકપ્રિય પ્લેબેક સિંગર શ્રેયા ઘોષાલે ફિલ્મી ગીતોમાં વાંધાજનક અથવા અશ્લીલ શબ્દોના ઉપયોગ અંગે ખુલાસો કર્યાે છે. તેણે જણાવ્યું કે પોતાની કારકિર્દીમાં કેટલાક એવાં ગીતો પણ આવ્યાં હતાં, જે ખૂબ લોકપ્રિય થયાં, પરંતુ તેમના શબ્દો કે રજૂઆતને કારણે તેણે તે ગીતો ગાવાની ના પાડી હતી. જાેકે, તેનાં મતે હવે પરિસ્થિતિમાં ઘણું પરિવર્તન આવ્યું છે.શ્રેયાએ એક પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે કોઈ ગીતને યોગ્ય કે અયોગ્ય ગણવામાં માત્ર તેના શબ્દો જ જવાબદાર નથી. તેનું કમ્પોઝિશન અને ગાવાની શૈલી પણ એટલી જ મહત્વની છે. તેણે કહ્યું, “શબ્દો એક બાબત છે, પરંતુ તેની સાથે કમ્પોઝિશન અને ગાવાની શૈલી પણ મહત્વની છે. કેટલાક એવા લોકપ્રિય ગીતો હતાં, જેમણે ખુબ સારું પ્રદર્શન કર્યું, પરંતુ મેં તેમને ગાવાની ના પાડી હતી. સદનસીબે, હવે આવા ગીતોની સંખ્યા ઘણી ઓછી થઈ છે.”શ્રેયાના જણાવ્યા અનુસાર, એક સમય એવો પણ હતો જ્યારે ફિલ્મોમાં મહિલા ગાયિકાઓ માટે મોટાભાગે એક ચોક્કસ પ્રકારનાં જ ગીતો આવતાં હતાં. તેમણે કહ્યું કે બાકીનાં ગીતો સામાન્ય રીતે પુરુષ ગાયકો માટે રાખવામાં આવતાં હતાં અથવા પછી રોમેન્ટિક ડ્યુએટ્સ રહેતાં હતાં.શ્રેયાએ આગળ કહ્યું કે આ સમસ્યા માત્ર ગાયિકાઓ કે અભિનેત્રીઓ પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જાેડાયેલી છે. તેનાં મતે આની પાછળ થોડી પિતૃસત્તાક અને લિંગ આધારિત માનસિકતા પણ જવાબદાર છે. જાેકે, સ્વતંત્ર સંગીતના વધતા પ્રભાવને કારણે પરિસ્થિતિ બદલાઈ રહી હોવાનું તેણે જણાવ્યું. સાથે જ તેણે ઉમેર્યું કે ઇન્ડસ્ટ્રી હજુ પણ ઘણી હદે પુરુષપ્રધાન છે. આ મુદ્દે તે અગાઉ પણ ખુલ્લેઆમ પોતાનો મત વ્યક્ત કરી ચૂકી છે.૨૦૨૫માં લિલી સિંહ સાથેની વાતચીત દરમિયાન શ્રેયાએ પોતાની કારકિર્દીમાં ગાયેલાં કેટલાક રોંચી ગીતો અંગે પણ વાત કરી હતી. તેમાં ‘ચિકની ચમેલી’નો પણ સમાવેશ થાય છે. તેણે કહ્યું હતું કે જાે આજે તેને એ ગીત ગાવાનું હોય તો કદાચ તે ગાશે નહીં.શ્રેયાએ કહ્યું હતું કે સેન્સ્યુઅલ અને સેક્સી હોવા તથા મહિલાને સંપૂર્ણપણે ઓબ્જેક્ટિફાય કરવા વચ્ચે ખુબ જ પાતળી રેખા છે. સમય જતાં તે આ બાબતે વધુ સભાન બની છે, ખાસ કરીને જ્યારે નાની છોકરીઓ ગીતોનાં અર્થ સમજ્યાં વિના આવાં ગીતો ગાતી અને તેનાં પર ડાન્સ કરતી જાેવા મળે છે, ત્યારે ખરાબ લાગે છે.તેણે કહ્યું હતું કે પાંચ-છ વર્ષની નાની બાળકી જ્યારે તેની પાસે આવીને આવાં ગીતો ગાવાની વાત કરે છે ત્યારે તેને પોતાને પણ શરમજનક લાગે છે. તેનાં મતે, આ ઉંમરની બાળકી દ્વારા આવાં ગીતોના શબ્દો ગાવાં યોગ્ય લાગતાં નથી.શ્રેયા ઘોષાલનાં યાદગાર ગીતોની સફરશ્રેયા ઘોષાલે વર્ષાેથી ભારતીય સંગીતપ્રેમીઓને અનેક યાદગાર ગીતોની ભેટ આપી છે. ‘જબ વી મેટ’નું ‘યે ઇશ્ક હાય’, ‘હેપ્પી ન્યૂ યર’નું ‘મનવા લાગે|’, ‘આશિકી ૨’નું ‘સુન રહા હૈ’, ‘સિંઘમ’નું ‘સાથિયા’, ‘ઝહેર’નું ‘અગર તુમ મિલ જાઓ’, ‘બાજીરાવ મસ્તાની’નું ‘દીવાની મસ્તાની’ અને ‘અગ્નિપથ’નું ‘ચિકની ચમેલી’ તેનાં લોકપ્રિય ગીતોમાં સામેલ છે.આ ઉપરાંત શ્રેયાએ ‘સિંહ ઇઝ કિંગ’ માટે ‘તેરી ઓર’, ‘ગુરુ’ માટે ‘બરસો રે’, ‘દેવદાસ’ માટે ‘ડોલા રે ડોલા’, ‘પુષ્પા ૨: ધ રૂલ’ માટે ‘બલમ સામે’ અને ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ માટે ‘તુમ ક્યા મિલે’ તથા ‘વે કમલેયા’ જેવા ગીતોમાં પણ પોતાનો મધુર અવાજ આપ્યો છે. ‘બેટલ ઑફ ગલવાન’નું ‘માતૃભૂમિ’ પણ તેમના નોંધપાત્ર ગીતોમાં સામેલ છે.




