
મોહનલાલની ફિલ્મમાં અર્જુન રામપાલની ભૂમિકા અર્જુન રામપાલનો ઓપરેશન ગંગાથી મલયાલી ફિલ્મોમાં પ્રવેશ ફિલ્મ ‘ઓપરેશન ગંગા’ ૨૦૨૨માં શરૂ થયેલાં રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા પર હશે મલયાલમ સુપરસ્ટાર મોહનલાલે તેમની આગામી ફિલ્મનું નામ ‘ઓપરેશન ગંગા’ રાખવામાં આવ્યું હોવાનું જાહેર કર્યું છે. આ ફિલ્મ દ્વારા અર્જુન રામપાલ પહેલીવાર મલયાલમ ફિલ્મક્ષેત્રે પ્રવેશ કરી રહ્યો છે. આ ફિલ્મમાં ભાગ્ય શ્રી બોરસે, આદિલ હુસૈન તથા આર. પાર્થિબન પણ મહત્વની ભૂમિકા ભજવશે.સૂત્રોના જણાવ્યા અનુસાર આ ફિલ્મ ‘ઓપરેશન ગંગા’ ૨૦૨૨માં શરૂ થયેલાં રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં ફસાયેલા ભારતીય નાગરિકોને ઉગારીને ભારત પાછાં લાવવાની કામગીરી પણ આધારીત છે.આ ફિલ્મનું ર્નિદેશન વિષ્ણુ મોહન કરશે જ્યારે તેમાં સંગીત શાશ્વત સચદેવ આપવાના છે. આ ફિલ્મમાં એકશન સાઉથ કોરિયાના સ્ટન્ટ ડાયરેક્ટર ઓહ સે યેઉંગ સંભાળવાના છે. સંગીત કાર અને એક્શન ડાયરેક્ટર બંને ‘ધુરંધર’ ફિલ્મમાં તેમની પ્રતિભા દર્શાવી ચૂક્યા છે. અર્જુન રામપાલ રજની કાન્તની ફિલ્મ ‘જેલર ટ’ુમાં પણ મહેમાન કળાકાર તરીકે જાેવા મળશે.હાલ મલયાલમ સુપરસ્ટાર મોહનલાલની એક પછી એક સાત ફિલ્મો તૈયાર થઇ રહી છે.




