
આટલા દેશોમાં કરી જાેરદાર કમાણી ઓવરસીઝમાં ઇમરાન હાશ્મીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ‘આવારાપન ૨’ ફિલ્મ ‘આવરાપન ૨’ એ ઓવરસીઝમાં શરૂઆતના સપ્તાહમાં ૧૯.૩૧ કરોડની કમાણી કરી હતી ઇમરાન હાશ્મી અને દિશા પટનીની જાેડીએ બોક્સઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. બંનેની જાેડી ફિલ્મ ‘આવારાપન ૨’ દ્વારા સ્ક્રીન પર છવાઈ છે. ફિલ્મ ‘આવારાપન ૨’ દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે. જેનો સીધો ફાયદો બોક્સઓફિસ પર જાેવા મળી રહ્યો છે. આ ફિલ્મે ફર્સ્ટ વીકેન્ડમાં ૭૦ કરોડથી વધુ કલેક્શન કર્યું છે આ સાથે જ ઓવરસીઝ માર્કેટમાં પણ તેનો દબદબો જાેવા મળ્યો હતો. ઇમરાન હાશ્મીની ફિલ્મ ‘આવારાપન ૨’ને રજાનો ભરપૂર ફાયદો મળ્યો હતો. આ મૂવીએ બોક્સઓફિસ પર બે દિવસમાં જ રેકોર્ડબ્રેક કમાણી કરી લીધી હતી. જાે કે શનિવારની તુલનામાં રવિવારે કમાણી ૨૩.૦ ટકા જેટલી ઘટી હતી, પરંતુ છતાં ૩ દિવસોમાં ૧૦૦ કરોડના ક્લબમાં એન્ટ્રી મારી લીધી છે. રવિવારે આ ફિલ્મે ૨૬ કરોડનું કલેક્શન કર્યું હતું. ત્યાર બાદ ઇન્ડિયા નેટ કલેક્શન ૮૧.૭૫ કરોડ રૂપિયા થઈ ગયું હતું. ઓવરસીઝમાં ૧૯.૩૦ કરોડ રૂપિયા અને વર્લ્ડવાઇડ ૧૧૭.૪૦ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હતું. ફિલ્મ ક્રિટીકએ એક્સ પર પોસ્ટ શેર કરી જાણકારી આપી હતી કે ફિલ્મ ઓવરસીઝ માર્કેટમાં રેકોર્ડ બ્રેક કમાણી કરી રહી છે. ફિલ્મે પોતાના ઓપનિંગ વીકેન્ડમાં ૫૦% બિઝનેસ દુબઇ અને ગલ્ફ દેશોમાં કર્યું હતું. એક પોસ્ટ અનુસાર ફક્ત ઓપનિંગ વીકેન્ડમાં જ ‘આવારાપન ૨’ ઇમરાન હાશ્મીની સોલો ઓવરસીઝમાં હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ બની ચુકી છે. ફિલ્મ ‘આવરાપન ૨’ એ ઓવરસીઝમાં શરૂઆતના સપ્તાહમાં ૧૯.૩૧ કરોડની કમાણી કરી હતી, જેમાં યુએઈ, યુએસએ, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. ‘આવારાપન ૨’ એ બોક્સઓફિસ પર એક પછી એક રેકોર્ડ્સ બનાવ્યા છે. હવે આ ફિલ્મ ૨૦૨૬ ની ત્રીજી હાઈએસ્ટ વીકેન્ડ ઓપનર બની ચુકી છે. જેમાં પ્રથમ અને બીજા સ્થાને ‘ધુરંધર ૨’, ‘બોર્ડર ૨’, છે. આ ફિલ્મે અન્ય ફિલ્મોને પછાડી દીધી છે.




