
ઈમ્પાના સદસ્યો સાથે મીટિંગ કરશે ડોન થ્રીના વિવાદમાં હવે રણવીરના પિતા પણ મેદાનમાં અગાઉ ફિલ્મ સંગઠનોનાં ફેડરેશને રણવીર પર પ્રતિબંધ મૂક્યા બાદ પાછો ખેંચ્યો હતો રણવીર સિંહે ફરહાન અખ્તર ર્નિદેશિત ‘ડોન થ્રી’ ફિલ્મ છેલ્લી ઘડીએ છોડી દેતાં ફિલ્મના નિર્માતાએ ૪૫ કરોડ રૂપિયાની નુકશાની રણવીરસિંહ પાસે માંગી હતી.હવે રણવીરસિંહના પિતા જગજિતસિંહ ભવનાની આ નાણાંકીય ગુંચ ઉકેલવા માટે સિને સંગઠન ઇમ્પાના સભ્યોને આ અઠવાડિયે મળવાના છે તેમ ઇમ્પાના પ્રમુખ અભયસિંહાએ જણાવ્યું હતું.‘ડોન-થ્રીનો વિવાદ ચગતાં ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પલોયીઝ-એફડબલ્યુઆઇસીઇ- દ્વારા રણવીર સિંહ પર પ્રતિબંધ મુકવાની જાહેરાત કરવામાં આવી હતી. જાે કે, જુન મહિનામાં ફેડરેશને તેનો અસહકારનો આદેશ પાછો ખેંચી લીધો હતો પણ ‘ડોન થ્રી’ના નિર્માતાઓ અને એક્ટર વચ્ચે પડેલી ૪૫ કરોડ રૂપિયાની નુકસાનીની ગુંચ હજી ઉકલી નથી. દરમ્યાન રણવીર સિંહે તેના વકીલો મારફતે એફડબલ્યુઆઇસીઇને આ મામલાથી દૂર રહેવા જણાવતાં કહ્યું હતું કે કે આ બાબત તેના કાર્યક્ષેત્રમાં આવતી નથી.પરંતુ સંગઠનના પ્રમુખે જણાવ્યું હતું કે એકવાર રણવીરના પિતા એસોસિએશનને મળે તે પછી અમે આગામી પગલાં શું ભરવા તે નક્કી કરીશું. બધાંની નજર હવે ૪૫ કરોડ રૂપિયાના મામલે શું થાય છે તેની પર છે.




