
સીકવલમાં ત્રણને બદલે ચાર હિરો હશે.૩ ઇડિયટની સીકવલ માટે વિક્કી કૌશલનું નામ ચર્ચામાં.૨૦૦૯માં રીલિઝ થયેલી મૂળ ફિલ્મમાં આમિર ખાન સાથે માધવન તથા શર્મન જાેશીએ ભૂમિકાઓ ભજવી હતી.‘થ્રી ઇડિયટસ’ની સીકવલ માટે વિક્કી કૌશલનો સંપર્ક સાધવામાં આવ્યો હોવાની ચર્ચા છે. આમ આ સીકવલમાં વાસ્તવમાં ત્રણને બદલે ચાર હિરો હોઈ શકે છે. ૨૦૦૯માં રીલિઝ થયેલી મૂળ ફિલ્મમાં આમિર ખાન સાથે માધવન તથા શર્મન જાેશીએ ભૂમિકાઓ ભજવી હતી. જાેકે, વિક્કીએ ફાઈનલ સંમતિ આપી દીધી છે કે કેમ તે હજુ અસ્પષ્ટ છે. તાજેતરના અહેવાલો અનુસાર વિક્કી પોતાનાં આગામી દોઢ વર્ષની સળંગ તારીખો ‘મહાવતાર’ ફિલ્મ માટે આપી ચૂક્યો છે. તે માટે તેણે પોતાનો લૂક્સ પણ બદલ્યો છે. આ સંજાેગોમાં તે આ રોલ સ્વીકારશે કે કેમ તે વિશે મતમતાંતર છે.



