
ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાનો ખલાસો મકાન માલિકને પ્રથમ તારીખે ભાડું આપવાનું હોય છે અને પાર્ટી કાર્યકર્તાઓને પગાર આપતી નથી ૨૪ કલાક રાજનીતિને સમર્પિત કરવા હવે મારા માટે શક્ય નહોતું : રાજીનામું આપનાર શહેઝાદ પૂનાવાલા મારે મારા ઘરનું ભાડું આપવાનું હોય છે. મકાન માલિક તે જાેતા નથી કે તમે ભાજપમાં છો કે કોઈ અન્ય પાર્ટીમાં, તેને મહિનાની પહેલી તારીખે ભાડું જાેઈએ. કોઈપણ રાજકીય પાર્ટી કાર્યકર્તાઓને પગાર આપતી નથી. તેથી ૨૪ કલાક રાજનીતિને સમર્પિત કરવા હવે મારા માટે શક્ય નહોતું, આ કહેવું છે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પદેથી રાજીનામું આપનાર શહેઝાદ પૂનાવાલાનું. પૂનાવાલાએ પાર્ટીના તમામ પદો અને પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ મૌન તોડ્યું છે.
તેણે એક ઈન્ટરવ્યુમાં પાર્ટી છોડવાનું મુખ્ય કારણ પોતાની ગંભીર આર્થિક સ્થિતિ અને પારિવારિક જવાબદારીઓ ગણાવતા કહ્યું કે તે જીવનની જમીની હકીકતથી આંખ બંધ ન કરી શકે.
શહેઝાદ પૂનાવાલાએ જણાવ્યું કે થોડા સમય પહેલા તેમના માતાનો અકસ્માત થયો હતો, ત્યારબાદ તેમનું ધ્યાન રાખવાની જવાબદારી તેમના પર આવી ગઈ છે. તેમણે જણાવ્યું કે પારિવારિક જવાબદારીઓ અને એક પુત્રનું કર્તવ્ય નિભાવવા માટે તેમને સમયની જરૂર હતી. આ કારણે તેમણે ૩૦ જુલાઈએ પોતાનું રાજીનામું આપ્યું હતું, જેને પાર્ટી સાથે લાંબી વાતચીત બાદ સ્વીકાર કરી લેવામાં આવ્યું. તેમણે કહ્યું કે પાર્ટીથી મને કોઈ ફરિયાદ નથી અને ન તે આશા કરે છે કે પાર્ટી તેમનો અંગત ખર્ચ ઉઠાવે.
ભાજપ છોડ્યા બાદ પોતાના આગામી પગલાં વિશે વાત કરતા પૂનાવાલાએ કહ્યુ કે તે પહેલા કોર્પોરેટ સેક્ટરમાં કામ કરતા હતા, અને હવે ઘર ચલાવવા માટે ફરી આ ક્ષેત્રમાં પરત ફરવું પડશે. પરંતુ હજુ તે નક્કી થયું કે તે કઈ કંપનીમાં જશે, પરંતુ તે પોતાની યોગ્યતાના આધારે કામ શોધશે.
શહેઝાદ પૂનાવાલાએ સ્પષ્ટ કર્યુ કે તેમનો આ ર્નિણય ભાજપ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નીતિઓની નારાજગીને કારણે નથી. તેમણે કહ્યું હું વ્યવસ્થા છોડી રહ્યો છું, વ્યક્તિ કે વિચાર નહીં. પીએમ મોદીના વિઝન અને પાર્ટીની વિચારધારા પ્રત્યે મારૂ સમર્થન હંમેશા રહેશે. પૂનાવાલાએ ૧૭ ઓગસ્ટે ભાજપ અધ્યક્ષને પોતાનું ઔપચારિક રાજીનામું મોકલ્યું હતું, જેને લઈ રાજકીય વર્તુળોમાં ખુબ ચર્ચા ચાલી રહી છે.




