
ભારતના મિત્ર દેશે તમામ આર્થિક સંબંધો તોડ્યા અમેરિકા સાથે દુશ્મનાવટ વચ્ચે ઈરાન પર નવી મુસીબત મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે UAE એ ઈરાન સાથેના તમામ વેપાર, વાણિજ્યિક અને નાણાકીય વ્યવહારો સ્થગિત કર્યા
મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સતત સૈન્ય તણાવ વચ્ચે હવે ભારતમાં ગાઢ મિત્ર દેશ યુએઈએ મોટો ર્નિણય લીધો છે.UAE એ મંગળવારે સત્તાવાર જાહેરાત કરીને ઈરાન સાથેના તમામ પ્રકારના વેપાર, વાણિજ્યિક આદાનપ્રદાન અને નાણાકીય વ્યવહારો તાત્કાલિક અસરથી સ્થગિત કરી દીધા છે.
આ ર્નિણય અંગે માહિતી આપતા ેંછઈ વિદેશ મંત્રાલયના સંચાર વિભાગના ડાયરેક્ટર આફ્રા અલ હમેલીએ જણાવ્યું હતું, કે પ્રાદેશિક તણાવ અને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીનેપ ઈરાન સાથેના તમામ વેપાર, વાણિજ્યિક વિનિમય અને નાણાકીય વ્યવહારો આગળની સૂચના ન મળે ત્યાં સુધી રોકી દેવામાં આવ્યા છે. વેપાર પર પ્રતિબંધ મૂકવાના ર્નિણયની જાહેરાતના લગભગ બે કલાક પહેલાં ેંછઈના નાગરિકોના મોબાઈલ ફોન પર ઈમરજન્સી એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ એલર્ટમાં ‘સંભવિત મિસાઈલ ખતરા‘ અંગે ચેતવણી આપવામાં આવી હતી.
ેંછઈ એ દાવો કર્યો છે કે ઈરાને ગલ્ફમાં જહાજાે અને નેવિગેશનને નિશાન બનાવીને બે બેલિસ્ટિક મિસાઈલો છોડી હતી. સંરક્ષણ મંત્રાલયે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું, ેંછઈ એર ડિફેન્સે ઈરાન તરફથી દેશ તરફ છોડાયેલી બે બેલિસ્ટિક મિસાઈલો શોધી કાઢી હતી. જેમાંથી પહેલી મિસાઈલ દેશના પ્રાદેશિક જળસીમાની બહાર પડી હતી, જ્યારે બીજી મિસાઈલ પ્રાદેશિક જળસીમાની અંદર પડી હતી. બીજી તરફ, ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બગાઇએ આ આરોપોને સદંતર નકારી કાઢ્યા છે. તેમણે દાવો કર્યો કે, સંયુક્ત આરબ અમીરાતનો એ દાવો કે ઈરાને તે દેશ તરફ મિસાઈલ છોડી છે, તેને અમે સ્પષ્ટપણે નકારીએ છીએ. આવા આરોપો પ્રાદેશિક વિશ્વાસ અને સુરક્ષાના પ્રયાસોને નુકસાન પહોંચાડે છે.




