
આ મહિને લંડનમાં ફિલ્મનું શૂટિંગ શરૂ થશે રિભૂદાસગુપ્તાની થ્રીલર ફિલ્મમાં જ્હોન અબ્રાહમ મુખ્ય ભૂમિકામાં જ્હોન અબ્રાહમ હાલ રોહિત શેટ્ટીની ફિલ્મ ‘મારિયા આઇપીએસ’માં મુંબઇના ભૂતપૂર્વ કમિશનર રાકેશ મારિયાની ભૂમિકા ભજવશે રિભૂ દાસગુપ્તા ર્નિદેશિત આગામી થ્રીલરમાં જ્હોન અબ્રાહમ મુખ્ય ભૂમિકા ભજવશે. આ ફિલ્મનું શૂટિંગ આ મહિનાથી લંડનમાં શરૂ કરી દેવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.જ્હોન અબ્રાહમ હાલ રોહિત શેટ્ટીની ફિલ્મ ‘મારિયા આઇપીએસ’માં મુંબઇના ભૂતપૂર્વ કમિશનર રાકેશ મારિયાની ભૂમિકા ભજવી રહ્યો છે. રાકેશ મારિયાની જુવાનીના વર્ષાે દર્શાવવા માટે અબ્રાહમે વજન વધાર્યું હતું અને પછીના વર્ષાેની ભૂમિકા ભજવવા માટે વજન ઉતારી પણ કાઢ્યું હતું.રિભૂ દાસગુપ્તાની ફિલ્મમાં પણ જ્હોન અબ્રાહમની ભૂમિકા રસપ્રદ છે. રિભૂએ અગાઉ ‘તીન’ અને ‘ધ ગર્લ ઓન ધ ટ્રેન’ નામની થ્રીલર ફિલ્મો બનાવેલી છે.જ્હોન અબ્રાહમ અને રિભૂ દાસગુપ્તા સાથે કામ કરી એક નવી જ ફિલ્મ રજૂ કરશે.




