
સ્મૃતિ ઈરાનીએ સીરિયલ વાપસી અંગે ફોડ પાડ્યો કોઈ મૂર્ખ જ હશે જે કોંગ્રેસના ગઢમાં જઈને ચૂંટણી લડે અમેઠીને કોંગ્રેસનો ગઢ ગણાવી, હારનો દોષ સંજાેગો પર ઢોળ્યો : પક્ષના ર્નિણય મુજબ જ તેઓ ચૂંટણી લડ્યા ભાજપ મહામંત્રી સ્મૃતિ ઈરાનીએ તાજેતરમાં જ સંગઠનમાં જબરદસ્ત વાપસી કરી છે. છેલ્લી લોકસભા ચૂંટણીમાં અમેઠીથી મળેલી હાર બાદ બે વર્ષ સુધી તેઓ ચર્ચાઓમાંથી લગભગ બહાર થઈ ગયા હતા, પરંતુ નિતિન નવીનની ટીમમાં તેમને મહામંત્રી બનાવવામાં આવ્યા છે. એક ઈન્ટરવ્યુમાં તેમણે અમેઠીથી મળેલી હાર બાદ ટીવી સીરિયલ તરફ વળવા, લોકસભા અને રાજ્યસભા ચૂંટણી લડવા સહિતના તમામ મુખ્ય મુદ્દાઓ પર વાતચીત કરી છે.
એક ઈન્ટરવ્યુમાં સ્મૃતિ ઈરાનીને જ્યારે પૂછવામાં આવ્યું કે અમેઠીથી હાર મળી તો તે પછી તમે સીરિયલમાં વાપસી કરી. અચાનક આવું કેમ કર્યું? આના પર તેમણે જવાબ આપ્યો કે રાજકારણને લઈને લોકો સમીક્ષા કરે છે કે તમારી પાસે સત્તા પક્ષમાં કોઈ પદ છે કે નહીં. ભાજપ કાર્યકરોને ખબર છે કે અમે લાંબો સમય વિપક્ષમાં જાેયો છે. એટલા માટે જરૂરી નથી કે સત્તા માટે લલચાયેલા કાર્યકરો જ પક્ષ સાથે જાેડાય. અહીં એવા કાર્યકરો છે જેમને ખબર હતી કે લાંબો સમય વિપક્ષમાં વિતાવવાનો છે અને સંગઠનને સત્તાની નજીક લાવવાનું છે.
સ્મૃતિ ઈરાનીએ પોતાના ચૂંટણી કરિયર વિશે વાત કરતા જણાવ્યું કે, મને પાર્ટી દ્વારા જ્યાં મોકલવામાં આવે છે, ત્યાં જાઉં છું અને પાર્ટી માટે કામ કરું છું. તેમણે અમેઠીથી લોકસભા ચૂંટણી લડવાના મામલે જણાવ્યું કે, આ પાર્ટીનો ર્નિણય હતો, જે મેં સ્વીકાર્યો. મને રાજ્યસભા બે વાર મોકલવામાં આવી, ત્યારે પણ પાર્ટીના વરિષ્ઠ નેતૃત્વમાંથી મારી પાસે ફોન આવ્યો હતો. અથવા તો લોકસભા ક્યાંથી લડવાની છેપ કોઈ મૂર્ખ જ હશે જે કોંગ્રેસના ઐતિહાસિક ગઢમાં જઈને ચૂંટણી લડે. કેમ કે, પાર્ટી મને કહે છે કે આજે અહીં જવાનું છે. બોરિયા-બિસ્તર બાંધી લો, નીકળી જવાનું છે. એ જ દ્રષ્ટિકોણથી આજ સુધી જવાબદારી અને તક મળી. આમ સ્મૃતિ ઈરાનીએ આ નિવેદન આપીને અમેઠીમાં મળેલી કારમી હારને છુપાવવા અને પોતાની નિષ્ફળતાનો વાંક પાર્ટી અને સંજાેગો પર ઢોળવાનો પ્રયાસ કર્યો છે.
જ્યારે સ્મૃતિ ઈરાનીએ ૨૦૧૯માં અમેઠીમાં શાનદાર જીત હાંસલ કરી હતી ત્યારે તેને પોતાના નેતૃત્વ અને કાર્યશૈલીનું પરિણામ ગણાવ્યું હતું. પરંતુ જ્યારે ૨૦૨૪માં અમેઠીની જનતાએ તેમને નકારી કાઢ્યા ત્યારે હવે તેઓ આ બેઠકને કોંગ્રેસનો ગઢ ગણાવીને પોતાનો બચાવ કરી રહ્યા છે.
રાજકીય જમીન ખસી ગયા બાદ સ્મૃતિ ઈરાનીએ ફરી એક વાર ટીવી સ્ક્રીન તરફ વળવાનો ર્નિણય કર્યો હતો. ટીવી સીરિયલ કરવાના મામલે પોતાના કરિયરનો ઉલ્લેખ કરતા પોતાની સિદ્ધિઓનો બચાવ કરતા ઈરાનીએ કહ્યું કે, જ્યાં સુધી મીડિયામાં પાછા ફરવાની વાત છે, તો જ્યારે હું ૨૦ વર્ષની હતી, ત્યારે મીડિયાનું શિખર જાેયું. જે બેન્ચમાર્ક બનાવ્યો હતો, તે કોઈએ રેકોર્ડ તોડ્યો નથી.
મને યાદ છે કે, મેં ઉદય શંકરને ફોન કર્યો અને પૂછ્યું કે નોકરી મળશે? આના પર તેઓ સ્તબ્ધ થઈ ગયા અને કહ્યું કે આપ તો કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છો, આપ નોકરી કેમ કરશો? મને એવું લાગ્યું કે એમાં કોઈ શરમ ન હોવી જાેઈએ. પોતાની મહેનતથી બે ટંકની રોટલી કમાઈ રહ્યા છીએ. કેબિનેટનો હિસ્સો રહી ચૂક્યા છો, એનો મતલબ એ નથી કે તમારી ક્ષમતા ઓછી થઈ ગઈ છે. નોકરી જ્યારે માંગી તો તેમણે એકતા કપૂર સાથે વાત કરી અને પછી તક મળી.




