
નસીબે એવી રમત રમી કે હિટ ફિલ્મ આપ્યાં પછી પણ ભૂમિકા ફ્લોપ અભિષેક બચ્ચનની હીરોઈન, સલમાન સાથે કામ કરતાં જ રાતોરાત બની ગઈ સ્ટાર ભૂમિકા ચાવલાનો જન્મ ૨૧ ઓગસ્ટ ૧૯૭૮ નાં રોજ દિલ્હીનાં એક પંજાબી પરિવારમાં થયો હતો
બોલિવૂડમાં અનેક એક્ટ્રેસિસ એવી છે કે જે શરૂઆતનાં સમયે ટોપ પર હોય અને પછી આ ઇન્ડસ્ટ્રીમાંથી અચાનક ગાયબ થઈ ગઈ હોય. આમ, આજે અમે તમને એક એવી અભિનેત્રી વિશે જણાવીશું જેણે સલમાનથી લઈને અભિષેક બચ્ચન જેવા અનેક ટોપનાં સ્ટાર્સ સાથે ફિલ્મો કરી છે, તેમ છતાં રાતોરાત ઇન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગઈ.
ભૂમિકા ચાવલાનો જન્મ આજે એટલે કે ૨૧ ઓગસ્ટ ૧૯૭૮ નાં રોજ દિલ્હીનાં એક પંજાબી પરિવારમાં થયો હતો. ભૂમિકાનાં પિતા કર્નલ અંહકાર ચાવલા ભારતીય સેનામાં અધિકારી હતા, જ્યારે તેમની માતાનું નામ બાલી છે. પરિવારમાં એક્ટ્રેસનો એક ભાઈ અને એક બહેન પણ છે. ભૂમિએ દિલ્હીમાં સ્ટડી કરી છે. ત્યારબાદ દિલ્હી વિશ્વ વિદ્યાલયમાંથી ગ્રેજ્યુએશન કર્યું.
એક્ટ્રેસની ખૂબસુરતી અને વ્યક્તિત્વનાં લોકો ખૂબ વખાણ કરતા હતા. આ કારણે મોડલિંગની દુનિયામાં કરિયર બનાવવાનું વિચાર્યું. સ્ટડી પૂરી કર્યાં પછી મુંબઈની મુલાકાત લીધી. આ સાથે જ એક્ટ્રેસને જાહેરખબર અને મ્યૂઝિક વીડિયોઝમાં કામ કરવાની ઓફર મળવા લાગી.
મોડલિંગ દરમિયાન ભૂમિએ ફેયરનેસ ક્રીમની જાહેરખબરમાં કામ કર્યું હતું. આ એડ ખૂબ પોપ્યુલર થઈ હતી. આ કારણે ભૂમિને જાેરદાર ઓળખ મળી હતી. આ એડ એક્ટ્રેસનાં કરિયર માટે એક મોટી ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ હતી.
ત્યારબાદ ભૂમિએ ટીવી ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો. ઝી ટીવીની ચર્ચિત સીરિયલ હિપ હિપ હુર્રેમાં કામ કરવાનો મોકો મળ્યો. આ શોથી લોકોની વચ્ચે ફેમસ થઈ ગઈ હતી. પછી એક્ટ્રેસ અનેક મ્યૂઝિક વીડિયોઝમાં જાેવા મળી.
ભૂમિકાએ વર્ષ ૨૦૦૦માં તેલુગુ ફિલ્મ યુવકુડુથી ફિલ્મોમાં પગ મૂક્યો. ત્યારબાદ વર્ષ ૨૦૦૧માં રિલીઝ થયેલી ફિલ્મ કુશી એક્ટ્રેસનાં કરિયર માટે બેસ્ટ સાબિત થઈ હતી. આ ફિલ્મમાં ભૂમિકાની એક્ટિંગ લોકોને ખૂબ પસંદ પડી હતી. આટલું જ નહીં આ ફિલ્મ માટે એક્ટ્રેસને ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. ત્યારબાદ એક્ટ્રેસે તેનાં કરિયરમાં અનેક સુપરહિટ ફિલ્મો આપી છે.
વર્ષ ૨૦૦૩માં ભૂમિકા ચાવલાને હિન્દી સિનેમામાં મોટી ઓળખ મળી હતી. વર્ષ ૨૦૦૩માં સલમાન ખાન સાથે ફિલ્મ તેરે નામમાં જાેવા મળી હતી. સતીશ કૌશિકનાં નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી.
ત્યારબાદ રન ફિલ્મમાં અભિષેક બચ્ચન સાથે જાેવા મળી હતી. ફિલ્મમાં એક્ટ્રેસનાં રોલને લોકોએ ખૂબ પસંદ કર્યો હતો. ભૂમિકા ચાવલાએ તેનાં કરિયરમાં અનેક હિટ ફિલ્મો આપી છે. આમ, ભૂમિકા ચાવલા ભલે આજે ઇન્ડસ્ટ્રીમાં સક્રિય ન હોય તેમ છતાં લાખો લોકોનાં દિલમાં રાજ કરે છે.




