
શારીરિક અને માનસિક હેરાનગતિ અંગે ફરિયાદ ટીવી અભિનેત્રી અદિતિ શર્માએ પતિ અને સાસરિયા વિરુદ્ધ નોંધાવી ફરિયાદ પોલીસ દ્વારા હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી અને સમગ્ર મામલે તપાસ ચાલી રહી લોથી ઓળખ મેળવનારી અભિનેત્રી અદિતિ શર્માએ પોતાના પતિ, સાસુ અને નણંદ વિરુદ્ધ ઘરેલુ હિંસા અને માનસિક સતામણીની ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે. અદિતિની ફરિયાદના આધારે ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધવામાં આવી છે.
જાેકે, પોલીસ દ્વારા હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી અને સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.ફરિયાદમાં અદિતિએ આરોપ લગાવ્યો છે કે લગ્ન બાદ તેના પતિ તેમજ સાસરિયાના સભ્યોએ તેની સાથે શારીરિક અને માનસિક હેરાનગતિ શરૂ કરી હતી. તેણે મારપીટ, અપશબ્દો બોલવા, તેના ચારિર્ત્ય પર શંકા વ્યક્ત કરવા અને લગ્નના દાગીનાનો ગેરઉપયોગ કરવાનો પ્રયાસ કર્યાનો પણ આરોપ લગાવ્યો છે. પોલીસે જણાવ્યું કે ફરિયાદમાં દર્શાવાયેલા તમામ મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે.પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં અદિતિએ જણાવ્યું કે જૂન ૨૦૨૧માં એક ઓનલાઈન એક્ટિંગ ક્લાસ દરમિયાન તેની ઓળખ અભિનીત સાથે થઈ હતી. બંને વચ્ચેની મિત્રતા બાદમાં પ્રેમસંબંધમાં પરિણમી હતી. બંને પરિવારોની સંમતિથી ૧૨ નવેમ્બર, ૨૦૨૪ના રોજ તેઓએ લગ્ન કર્યા હતા. લગ્ન પહેલાં જ સપ્ટેમ્બર, ૨૦૨૪થી બંને ગોરેગાંવ પશ્ચિમમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં સાથે ‘લિવ ઈન’માં રહેતા હતા.




