
મુસાફરો વચ્ચે ચીસા ચીસા મચી ટર્કિશ એરલાઇન્સનું વિમાન પણ ટર્બુલન્સમાં ફસાયું ફ્લાઇટમાં પોતાની માતા સાથે મુસાફરી કરી રહેલી એક પ્રવાસીએ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યાે ઈસ્તાંબુલથી ટ્યુનિશિયા જઈ રહેલી ટર્બિશ એરલાઇન્સની ફ્લાઇટ સાથે ૧૦ સપ્ટેમ્બરે એક ભયાનક ઘટના બની હતી. જ્યારે આ વિમાન ટ્યૂનિસ-કાર્થેજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ કરી રહ્યું હતું, ત્યારે તે અચાનક તીવ્ર તોફાન અને ખતરનાક ટર્બુલન્સની ઝપેટમાં આવી ગયું હતું. આ ભયાનક સ્થિતિને કારણે વિમાનમાં સવાર મુસાફરોમાં ભારે ડર ફેલાઈ ગયો હતો અને કેબિનમાં ચીસાચીસ મચી ગઈ હતી.ફ્લાઇટમાં પોતાની માતા સાથે મુસાફરી કરી રહેલી એક પ્રવાસીએ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યાે છે. તેમના જણાવ્યા મુજબ, ઉડાન દરમિયાન બધું સામાન્ય હતું પરંતુ મુશ્કેલી વિમાન નીચે ઉતરતી વખતે શરૂ થઈ હતી. પાયલટે ટ્યૂનિસ-કાર્થેજ એરપોર્ટ પર વિમાન ઉતારવા માટે ત્રણ વખત પ્રયાસ કર્યા હતા, પરંતુ દર વખતે વિમાન ખરાબ રીતે હલી રહ્યું હતું. ત્રીજા પ્રયાસ દરમિયાન પરિસ્થિતિ એટલી બગડી ગઈ કે વિમાન કોઈ ળી ફોલની જેમ અચાનક નીચે પડવા લાગ્યું હોય તેવું લાગ્યું હતું. ખરાબ હવામાનને કારણે વિમાનને વિસ્તાર ઉપર ચક્કર પણ લગાવવા પડ્યા હતા.ટ્યૂનિસ-કાર્થેજ એરપોર્ટ પર લેન્ડિંગ અસંભવ બનતાં આખરે ફ્લાઇટને ત્યાંથી આશરે ૬૦ માઈલ દક્ષિણમાં આવેલા એનફિધા-હમ્મામેટ ઇન્ટરનેશનલ એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. આ વૈકલ્પિક એરપોર્ટ પર વિમાને સુરક્ષિત લેન્ડિંગ કર્યું હતું. આ ડરામણી ઘટનામાં સદનસીબે કોઈ પણ મુસાફરને ઈજા પહોંચી ન હતી, પરંતુ ખરાબ હવામાન અને વારંવાર નિષ્ફળ ગયેલા પ્રયાસોએ મુસાફરો માટે આ સફરને ક્યારેય ન ભૂલાય તેવો ડરામણો અનુભવ બનાવી દીધો હતો.




