
પાકિસ્તાની નકવીની ભારે ફજેતી એશિયા કપ જીતવા છતાં ટીમ ઈન્ડિયાએ ફરી ટ્રોફી ન સ્વીકારી મોહસિન નકવી માત્ર ઉપવિજેતા શ્રીલંકન ટીમને રનર-અપનો ચેક આપીને સ્ટેજ પરથી જતા રહ્યા ભારતીય મહિલા ક્રિકેટ ટીમે દુબઈમાં રમાયેલી ફાઇનલ મેચમાં શ્રીલંકાને ૭૨ રને માત આપીને મહિલા એશિયા કપનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. પરંતુ મેચ બાદ રજૂઆત સમારોહ (પ્રેઝન્ટેશન સેરેમની) માં એક મોટો વિવાદ સામે આવ્યો હતો. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના અધ્યક્ષ અને પાકિસ્તાન સરકારના મંત્રી મોહસિન નકવીના હાથે ભારતીય ટીમે ટ્રોફી સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.મેચ જીત્યા બાદ ભારતના કડક વલણને કારણે મોહસિન નકવી માત્ર ઉપવિજેતા શ્રીલંકન ટીમને રનર-અપનો ચેક આપીને સ્ટેજ પરથી જતા રહ્યા હતા. પરિણામે, પ્રેઝન્ટેશન સેરેમની ભારતીય ટીમને ટ્રોફી આપ્યા વગર જ પૂરી કરવામાં આવી હતી. આ અંગે ભારતીય ટીમના મુખ્ય કોચ અમોલ મજુમદારે જણાવ્યું કે, ટીમ સંપૂર્ણપણે BCCI ના ર્નિણય સાથે છે અને ચેમ્પિયન બનવું જ અમારા માટે સૌથી મહત્ત્વનું છે.BCCI ના સચિવ દેવાજીત સૈકિયાના જણાવ્યા અનુસાર, ભારત શરૂઆતથી જ નકવી પાસેથી ટ્રોફી લેવાના વિરોધમાં હતું. આ વિવાદ ટાળવા માટે નકવીને બે વિકલ્પ આપવામાં આવ્યા હતા:પરંતુ નકવીએ આ બંને પ્રસ્તાવ ફગાવી દીધા હતા અને પોતે જ ટ્રોફી આપવાની જિદ્દ પકડી રાખી હતી, જેના કારણે આ ગતિરોધ સર્જાયો હતો.અગાઉ પણ બની ચૂકી છે આવી ઘટનાબંને દેશો વચ્ચેના વણસેલા રાજકીય સંબંધોને કારણે અગાઉ સપ્ટેમ્બર ૨૦૨૫માં પુરુષ એશિયા કપ ફાઇનલ દરમિયાન પણ ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી લેવાનો ઇનકાર કર્યાે હતો. તે સમયે પણ નકવી પોતાની વાત પર અડેલા રહ્યા હતા અને ટ્રોફી આપ્યા વગર જ જતા રહ્યા હતા. એશિયા કપના ઇતિહાસમાં સતત બીજી વાર ભારત સાથે આ પ્રકારનો વિવાદ સામે આવ્યો છે.




