
આંતરરાષ્ટ્રીય સહકારી આંદોલન માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિરૂપેIFFCO (ઇફકો)ના અધ્યક્ષ શ્રી દિલીપસંઘાણીનીઇન્ટરનેશનલ કો-ઓપરેટિવએલાયન્સ (ICA)ના ગ્લોબલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ડિરેક્ટર (At-Large Director) તરીકે પસંદગી થઈ છે.
શ્રી દિલીપસંઘાણીને વિજેતા જાહેર કરવામાં આવતાં જ પનામામાં ઉપસ્થિત ભારતીય સહકારી પ્રતિનિધિમંડળનાસભ્યોમાં ઉત્સાહ અને ગૌરવની લાગણી છવાઈ ગઈ. તમામ સભ્યોએએકસ્વરે **“ભારત માતા કી જય” અને “વંદેમાતરમ”**ના નારાઓથી સમગ્ર સભાખંડનેગુંજાવી દીધો.
વિદેશી ધરતી પર ગુંજેલા **“ભારત માતા કી જય” અને “વંદેમાતરમ”**ના નારાઓએ વૈશ્વિક સહકારી મંચ પર ભારતની વધી રહેલી પ્રતિષ્ઠા અને પ્રભાવનેઅભિવ્યક્ત કર્યો.
પનામાસિટીમાંયોજાયેલીICAની મહાસભા દરમિયાન થયેલી ચૂંટણીમાં શ્રી સંઘાણીનીજીતને ભારતના વિશાળ સહકારી આંદોલન માટે ગૌરવપૂર્ણ ક્ષણ માનવામાં આવી રહી છે. આ સિદ્ધિ વૈશ્વિક સહકારી જગતમાં ભારતની વધી રહેલી ભૂમિકા, પ્રભાવ અને નેતૃત્વને વધુ મજબૂત બનાવે છે.
શ્રી દિલીપસંઘાણી છેલ્લા અનેક દાયકાઓથી સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા છે અને ખેડૂતો, ગ્રામ્ય અર્થવ્યવસ્થા તથા સહકારી સંસ્થાઓનાસશક્તિકરણ માટે સતત કાર્ય કરતા આવ્યા છે. હાલમાં તેઓ IFFCO અને GUJCOMASOLના અધ્યક્ષ છે અને વિવિધ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સહકારી સંસ્થાઓમાં મહત્વપૂર્ણ જવાબદારીઓનિભાવી ચૂક્યા છે.
ICA વિશ્વનું અગ્રણી વૈશ્વિક સહકારી સંગઠન છે, જે વિવિધ દેશો અને પ્રદેશોની સહકારી સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરે છે. ICAના ગ્લોબલ બોર્ડમાં ભારતનું પ્રતિનિધિત્વ ભારતીય સહકારી આંદોલનના અવાજને આંતરરાષ્ટ્રીય મંચ પર વધુ મજબૂત બનાવશે.
શ્રી સંઘાણીની આ જીત માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રમોદીજીના‘સહકારથી સમૃદ્ધિ’નાવિઝન તેમજ ભારતના સહકારી આંદોલનની વૈશ્વિક સ્વીકૃતિને પણ દર્શાવે છે. ભારત આજે સહકારનામાધ્યમથી ખેડૂતો, ગ્રામ્ય સમુદાયો અને સામાન્ય નાગરિકોના આર્થિક તથા સામાજિક સશક્તિકરણની દિશામાં નવી મિસાલ પ્રસ્થાપિત કરી રહ્યું છે.
શ્રી દિલીપસંઘાણીએ પોતાની જીત બદલ ICAના તમામ સભ્ય દેશો, પ્રતિનિધિઓ અને વૈશ્વિક સહકારી સમુદાયનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે તેઓ ભારતના સહકારી આંદોલનની ભાવના, અનુભવ અને દૃષ્ટિકોણને વૈશ્વિક મંચ પર અસરકારક રીતે રજૂ કરવા તેમજ સમગ્ર વિશ્વમાં સહકારિતાને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે.
શ્રી દિલીપસંઘાણીનુંICA બોર્ડમાં ચૂંટાવું ભારત માટે ગૌરવ, ભારતીય સહકારી આંદોલન માટે સન્માન અને વૈશ્વિક સહકારી ક્ષેત્રમાં ભારતના વધી રહેલા પ્રભાવનું મહત્વપૂર્ણ પ્રતીક છે.




