
સોલ્વન્ટ ડિસ્ટિલેશન પ્લાન્ટમાં આગથી અફરાતફરી અંકલેશ્વર GIDC માં શ્યામ એન્ટરપ્રાઈઝ કંપનીમાં ભીષણ આગ આગે જાેતજાેતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો
ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક શહેર અંકલેશ્વર GIDC વિસ્તારમાં આગની ગંભીર ઘટના સામે આવી છે. અહીં આવેલી શ્યામ એન્ટરપ્રાઈઝ કંપનીના સોલ્વન્ટ ડિસ્ટિલેશન પ્લાન્ટમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગે જાેતજાેતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, અંકલેશ્વર GIDC સ્થિત શ્યામ એન્ટરપ્રાઈઝ કંપનીના સોલ્વન્ટ ડિસ્ટિલેશન પ્લાન્ટમાં આગ લાગી હતી. આગની તીવ્રતાને કારણે આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા જાેવા મળ્યા હતા. આ ધુમાડો દૂર-દૂર સુધી દેખાતાં આસપાસના ઔદ્યોગિક એકમો અને સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જાેવા મળ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરો દ્વારા આગને કાબૂમાં લેવા માટે સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. આગ વધુ ફેલાય નહીં તે માટે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.પ્રાથમિક માહિતી મુજબ, આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાનિના અહેવાલ હજુ સુધી પ્રાપ્ત થયા નથી. જાેકે, કંપનીમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાની આશંકા છે. આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી. ફાયર વિભાગની કામગીરી પૂર્ણ થયા બાદ આગના કારણ અને નુકસાન અંગે વધુ વિગતો સામે આવી શકે છે.




