
પોલીસે યુવક પાસે સાફ કરાવ્યા નિશાન લાઈક અને વ્યૂઝના ચક્કરમાં ગલફ્રેેન્ડને કાર પર કરાવી ૩૪૦૦ Kiss!, કારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો, જેને માત્ર એક જ દિવસમાં ૫.૫ મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવવા અને ફોલોઅર્સ મેળવવાનો એક અનોખો અને આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છેમધ્યપ્રદેશના ગ્વાલિયરમાં સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવવા અને ફોલોઅર્સ મેળવવાનો એક અનોખો અને આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. એક યુવકે પોતાની કારને “કિસિંગ કાર” બનાવી દીધી હતી. આખી કાર પર લાલ રંગની લિપસ્ટિકથી લગભગ ૩૪૦૦ કિસના નિશાન બનાવવામાં આવ્યા હતા. રસ્તા પર આવી કારને દોડતી જાેઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા, પરંતુ રીલ યુવાન માટે ખૂબ જ ભારે પડી હતી. કારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો, જેને માત્ર એક જ દિવસમાં ૫.૫ મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા. જાેકે, વીડિયો વાયરલ થતાં જ ગ્વાલિયર ટ્રાફિક પોલીસે એક્શનમાં આવી અને કાર જપ્ત કરી હતી. અહીં જુઓ વીડિયોકાર માલિક આદિત્ય સિકરવારના જણાવ્યા મુજબ, આ અનોખો પ્રયોગ ઇન્સ્ટાગ્રામ પર ટ્રેન્ડ સેટ કરવા અને ફોલોઅર્સ વધારવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો હતો. વિદેશી ટ્રેન્ડથી પ્રેરિત થઈને તેની ગર્લળેન્ડે કાર પર લિપસ્ટિકના નિશાન લગાવી દીધા. આખી પ્રક્રિયામાં લગભગ સાડા ત્રણથી ચાર કલાકનો સમય લાગ્યો હતો. ત્યારબાદ આદિત્ય શહેરના કેન્દ્રથી થાટીપુર તરફ કાર લઈને ગયો હતો. જેના કારણે લોકોનું ધ્યાન ભંગ થયું અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન થયું હતું.ઘટનાની નોંધ લેતા ટ્રાફિક પોલીસે કારના નંબરના આધારે તપાસ શરૂ કરી અને થાટીપુરમાંથી વાહન જપ્ત કર્યું હતું. ટ્રાફિક પોલીસે કહ્યું કે બે દિવસ પહેલા એક સ્વિફ્ટ કારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં વાંધાજનક લિપસ્ટિક જેવા નિશાન હતા. ડ્રાઇવરને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો અને મોટર વાહન અધિનિયમ હેઠળ ૫,૫૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો. ઘટના પછી યુવકને તેની ભૂલનો અહેસાસ થયો. તેણે કબૂલ્યું કે રીલ બનાવતી વખતે તે ટ્રાફિક નિયમના ઉલ્લંઘનથી અજાણ હતો. આ પછી યુવકે પોતે પોલીસ સ્ટેશન પરિસરમાં પાણીથી કાર પરના બધા લિપસ્ટિકના નિશાન ધોયા હતા.




