
આર ડી બર્મનની બાયોપિકમાં રોલ સ્વીકાર્યાે જમાઈ અક્ષય કુમાર ફિલ્મમાં સસરા રાજેશ ખન્નાનો રોલ કરશે ફિલ્મમાં ફરહાન અખ્તર આર ડી બર્મનના રોલમાં છે. નીરજ પાંડે આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યો છે બોલિવુડમાં ચાલી રહેલી ચર્ચા મુજબ એક અનોખા સંયોગ રુપે જમાઈ અક્ષય કુમાર આગામી એક ફિલ્મમાં તેના સસરા રાજેશ ખન્નાની ભૂમિકા ભજવવાનો છે. સંગીતકાર આર ડી બર્મનની બાયોપિક બની રહી છે. સુપરસ્ટાર રાજેશ ખન્ના અને સંગીતકાર આરડી બર્મનની જાેડીએ અનેક સુપરહીટ ગીત આપ્યા છે. બંને વચ્ચેના ખાસ સબંધને જીવંત કરવા ર્નિદેશકે રાજેશ ખન્નાની ભૂમિકા ભજવવા માટે અક્ષયકુમારની પસંદગી કરી છે. આ ફિલ્મમાં ફરહાન અખ્તર આર ડી બર્મનના રોલમાં છે. નીરજ પાંડે આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યો છે. ઓક્ટોબર ૨૦૨૬માં આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. અક્ષય કુમારે આ ફિલ્મમાં તેના સસરાની ભૂમિકા ભજવવા માટે દસ દિવસ ફાળવ્યા છે. વાસ્તવિક જીવનમાં પણ અક્ષય કુમાર રાજેશ ખન્નાનો મોટો ફેન હતો.




