
સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા રાજ્યના બાળકો અને યુવાનો માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ પર્વતારોહણ તાલીમ કોર્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં પસંદગી પામનાર તમામ તાલીમાર્થીઓને રહેવા, જમવા તથા મુસાફરી ભાડાની નિઃશુલ્ક સુવિધા પૂરી પાડવામાં આવશે. સાહસ અને રોમાંચના ક્ષેત્રે કારકિર્દી બનાવવા કે કૌશલ્ય વિકસાવવા માંગતા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક સમાન છે.
યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર સંચાલિત સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, માઉન્ટ આબુ દ્વારા રાજ્યના સાહસિક બાળકો અને યુવાનો માટે આ વિવિધ તાલીમ કોર્સનું આયોજન કરવામાં આવ્યું છે.
કયા કોર્સ માટે ક્યારે અરજી કરવી?
એડવેન્ચર કોર્સ:
– ઉંમર: ૮ થી ૧૩ વર્ષ
– તાલીમ: ૧૭ થી ૨૩ નવેમ્બર, ૨૦૨૬
– અરજીની છેલ્લી તારીખ: ૧૨ ઓક્ટોબર, ૨૦૨૬
એડવાન્સ રોક ક્લાઇમ્બીંગ કોર્સ:
– ઉંમર: ૧૫ થી ૪૫ વર્ષ
– લાયકાત: બેઝિક ખડક ચઢાણ કોર્સમાં ‘A’ અથવા ‘B’ ગ્રેડ
– તાલીમ: ૨૭ નવેમ્બરથી ૧૧ ડિસેમ્બર, ૨૦૨૬
– અરજીની છેલ્લી તારીખ: ૧૨ ઓક્ટોબર, ૨૦૨૬
કોચિંગ રોક ક્લાઇમ્બીંગ કોર્સ:
– લાયકાત: ધોરણ ૧૦ પાસ અને એડવાન્સ કોર્સ ઉત્તીર્ણ
– તાલીમ: ૧૨ ડિસેમ્બર, ૨૦૨૬થી ૧૦ જાન્યુઆરી, ૨૦૨૭
– અરજીની છેલ્લી તારીખ: ૩૦ ઓક્ટોબર, ૨૦૨૬
આર્ટિફિશિયલ કોર્સ:
– લાયકાત: ધોરણ ૧૦ પાસ
– ઉંમર: ૧૮ થી ૪૫ વર્ષ
– તાલીમ: ૪ થી ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૭
– અરજીની છેલ્લી તારીખ: ૩૦ ડિસેમ્બર, ૨૦૨૬
ભોજન, રહેઠાણ અને મુસાફરી ભાડાની નિઃશુલ્ક સુવિધા
આ તાલીમ શિબિરમાં પસંદગી પામનાર તમામ તાલીમાર્થીઓ માટે રહેવા, જમવા તથા તાલીમની સંપૂર્ણ વ્યવસ્થા સરકાર દ્વારા વિનામૂલ્યે કરવામાં આવશે. તદુપરાંત, નિયત સ્થળ સુધી આવવા-જવાનું સામાન્ય એસ.ટી. બસ અથવા રેલવે સેકન્ડ ક્લાસનું મુસાફરી ભાડું પણ નિયમાનુસાર મળવાપાત્ર રહેશે.
અરજી કેવી રીતે કરવી?
ગુજરાતના વતની અને રસ ધરાવતા ઉમેદવારોએ સંસ્થાના Facebook પેજ facebook.com/svimadmin પરથી નિયત અરજી ફોર્મ મેળવી લેવાનું રહેશે.
ભરેલા અરજી ફોર્મ સાથે નીચેના દસ્તાવેજોની ખરી નકલ જોડવાની રહેશે:
– આધારકાર્ડ/રહેઠાણનો પુરાવો
– શારીરિક યોગ્યતાનું તબીબી પ્રમાણપત્ર
– જન્મ તારીખનો દાખલો
– વાલીનું સંમતિપત્રક
– અગાઉના તાલીમ પ્રમાણપત્રો (લાગુ પડતા હોય તો)
અરજી ‘આચાર્યશ્રી, સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, ગૌમુખ રોડ, માઉન્ટ આબુ, પીન: ૩૦૭૫૦૧’ ખાતે નિયત સમયમર્યાદામાં મોકલવાની રહેશે.
પસંદગી પામેલા ઉમેદવારોને ઈ-મેઈલ અથવા ટેલિફોન દ્વારા જાણ કરવામાં આવશે.
વધુ માહિતી માટે:
📞 ૬૩૭૭૮૯૦૨૯૮
(કચેરી સમય દરમિયાન, જાહેર રજા સિવાય)
—–
જીગર બારોટ




