
‘આશ્રમ‘ સાથે સરખાવી યુઝર્સે કરી ટ્રોલ ‘સૈયારા’ ગર્લ અનીત પડ્ડાની નવી સીરિઝ ‘હુંકાર’નું ટીઝર આઉટ! સીરિઝમાં અનીત પડ્ડા, ફાતિમા સના શેખ, રામ કપૂર અને મોહમ્મદ ઝીશાન અય્યુબ મહત્વના રોલમાં છે ગયા વર્ષે સુપરહિટ ફિલ્મ ‘સૈયારા’થી બોલીવુડમાં પોતાની આગવી ઓળખ ઊભી કરનારી અભિનેત્રી અનીત પડ્ડા હવે વધુ એક મોટા ઓટીટી પ્રોજેક્ટમાં જાેવા મળશે. તેની આગામી મચ-અવેટેડ વેબ સીરિઝ ‘હુંકાર- ધ રોર’નું દમદાર ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ સીરિઝમાં અનીત સાથે ફાતિમા સના શેખ પણ મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે.જાેકે, ટીઝર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર દર્શકો તરફથી મિશ્ર પ્રતિક્રિયાઓ મળી રહી છે અને સિરીઝના કન્સેપ્ટને બોબી દેઓલની જાણીતી સીરિઝ ‘આશ્રમ’ સાથે જાેડીને ટ્રોલ પણ કરવામાં આવી રહી છે.આ સીરિઝમાં અનીત ૧૭ વર્ષની સ્કૂલ ગર્લ ‘મીનુ રાવત’નો રોલ કરી રહી છે, જે બાપજીના સબૂરી ફોર્ટ સ્થિત મહાશેર વિદ્યાલયની વિદ્યાર્થિની છે. ટીઝરમાં મીનુ પોલીસ સ્ટેશન જઈને પ્રભાવશાળી ‘બાપજી’ વિરુદ્ધ ગેરવર્તણૂક અને શોષણની ફરિયાદ નોંધાવતી દેખાય છે. ત્યાર બાદ પોલીસ તપાસ, કોર્ટ ટ્રાયલ અને હિંસા દર્શાવી છે.વાત કરીએ સીરિઝની સ્ટારકાસ્ટ વિશે તો આ સીરિઝમાં અનીત પડ્ડા, ફાતિમા સના શેખ, રામ કપૂર અને મોહમ્મદ ઝીશાન અય્યુબ મહત્વના રોલમાં છે. બાપજીનું પાત્ર કોણે ભજવ્યું છે તે હજુ રહસ્ય રાખવામાં આવ્યું છે. આ વેબ સિરીઝ ૨૫મી સપ્ટેમ્બરના ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે.ટીઝર જાેયા બાદ ઘણા યુઝર્સને બોબી દેઓલની હિટ સિરિઝ ‘આશ્રમ‘ની યાદ આવી ગઈ, જેમાં આસ્થાની આડમાં બાબા દ્વારા ભોળી યુવતીઓનું શોષણ કરવાની કથા હતી. સોશિયલ મીડિયા પર લોકોએ તેને “આશ્રમનું મલ્ટીવર્સ” ગણાવ્યું અને કમેન્ટ કરી કે આશ્રમ જેવો શો પહેલેથી જ મોજૂદ હતો તો આની શું જરૂર હતી?જાેકે, જાેવાની વાત તો એ છે સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ છતાં, અનીત પડ્ડાના અભિનય અને એક્સપ્રેશન્સની દર્શકોએ ભરપૂર પ્રશંસા કરી છે અને ‘સૈયારા’ પછી તેના આ પાવરફુલ કમબેકને લઈને ફેન્સ ઉત્સાહી છે.




