
ગ્લેશિયરનું ઝડપથી પીગળવું ક્લાઇમેટ ચેન્જના સીધા પરિણામો નેપાળે ચીન અમેરિકા અને ભારત પાસે કરી કલાઈમેન્ટ કૉમ્પેન્સેશનની માંગ ભયંકર પૂર બાદ નેપાળે તાત્કાલિક નાણાકીય સહાય મેળવવા માટે “લોસ એન્ડ ડેમેજ” બોર્ડનો ઔપચારિક રીતે સંપર્ક કર્યાે છે નેપાળમાં ૨૬ ઓગષ્ટના રોજ આવેલા વિનાશક પૂર માટે કલાઈમેન્ટ કૉમ્પેન્સેશન માંગ્યું છે. આ અંગે નેપાળના વિદેશ પ્રધાન શિશિર ખાનલે જણાવ્યું છે કે નેપાળનો ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં ન્યૂનતમ ફાળો છે છતાં જળવાયુ સંકટની માટે ભારે કિંમત ચૂકવી રહ્યું છે. નેપાળે ચીન, અમેરિકાને ભારત પાસે કલાઈમેન્ટ કૉમ્પેન્સેશનની માંગ કરી છે. નેપાળે ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જક દેશો પાસેથી કલાઈમેન્ટ કૉમ્પેન્સેશન મેળવવા માટે રાજદ્વારી પ્રયાસો શરૂ કર્યા છે. નેપાળનું કહેવું છે કે આપત્તિ પછીની સહાયને ‘દાન’ તરીકે નહીં, પરંતુ ‘નૈતિક જવાબદારી’ તરીકે જાેવી જાેઈએ.નેપાળના વિદેશ પ્રધાન શિશિર ખાનલેએ જણાવ્યું કે, ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનની અસરમાં ગ્લેશિયરનું ઝડપથી પીગળવું અને પર્વતીય પ્રદેશોમાં વિનાશક આફતોનો સમાવેશ થાય છે. એક ટીવી મુલાકાતમાં ખાનાલે કહ્યું, “આપણે એક વૈશ્વિક કટોકટી માટે ભારે કિંમત ચૂકવી રહ્યા છીએ જે આપણે બનાવી નથી. ગ્લેશિયરનું ઝડપથી પીગળવું અને આ વિનાશક પર્વતીય સુનામી વૈશ્વિક ક્લાઇમેટ ચેન્જના સીધા પરિણામો છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે નેપાળ આ મુદ્દાને આંતરરાષ્ટ્રીય મંચો પર ખૂબ જ દૃઢતા અને સ્પષ્ટતા સાથે ઉઠાવશે. તેમણે કહ્યું કે ક્લાઇમેટ ચેન્જની અસરોથી પીડાતા સંવેદનશીલ દેશો માટે મુખ્ય ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જક દેશો પાસેથી વળતર માંગવામાં આવશે. આ સભ્યતાના અસ્તિત્વનો પ્રશ્ન છે. જાે આપણા હિમાલયમાંથી ગ્લેશિયર અદૃશ્ય થઈ જાય, તો દક્ષિણ એશિયાના બે અબજથી વધુ લોકોની પાણીની સુરક્ષા જે ગંગા અને ત્રિશુલી જેવી નદીઓ પર આધાર રાખે છે તે કાયમ માટે જાેખમમાં મુકાઈ જશે. અમે ફક્ત નેપાળ માટે જ નહીં, પરંતુ દક્ષિણ એશિયાઈ સંસ્કૃતિના અસ્તિત્વ માટે પણ અવાજ ઉઠાવી રહ્યા છીએ.૨૬ ઓગસ્ટના રોજ આવેલા ભયંકર પૂર બાદ નેપાળે તાત્કાલિક નાણાકીય સહાય મેળવવા માટે “લોસ એન્ડ ડેમેજ” બોર્ડનો ઔપચારિક રીતે સંપર્ક કર્યાે છે. “લોસ એન્ડ ડેમેજ”૨૦૨૨ માં COP27 ખાતે સ્થાપિત કરવામાં આવ્યું હતું અને COP28 ખાતે કાર્યરત કરવામાં આવ્યું હતું.




