
૪૮ કલાકમાં ત્રણ જહાજ મિડલ ઈસ્ટમાંથી ખસેડ્યા અમેરિકા હવે ઈરાન સામેનું યુદ્ધ સમેટી લેવા માગે છે? અમેરિકાની સુરક્ષા સાથે જાેડાયેલા એક પૂર્વ સલાહકાર જાેન બાલ્ટને કહ્યું હતું કે, ટ્રમ્પ સરકાર હવે ઈરાન સાથે જંડ છેડીને ફસાઈ ચૂકી છે.
ઈરાન-ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હવે અમેરિકા જાણે યુદ્ધમાંથી ખસી જવાના મૂડમાં છે. મિડલ ઈસ્ટમાંથી અમેરિકાએ પોતાના ત્રણ જહાજ હટાવી દીધા છે. જેરાલ્ડ ફોર્ડ અને ૨ માઈન્સ યુદ્ધ જહાજને મિડલ ઈસ્ટમાંથી ખસેડી લીધા છે. આ યુદ્ધ જહાજને એવા સમયે હટાવી લેવામાં આવ્યા છે જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચેનું યુદ્ધ લાંબુ ચાલશે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અમેરિકાના આ જહાજને શા માટે મિડલ ઈસ્ટમાંથી દૂર કરવામાં આવ્યા એ અંગે હજુ સુધી કોઈ પ્રકારનું નિવેદન અમેરિકાએ આપ્યું નથી. ત્રણ અલગ અલગ જહાજને દૂર કરવાનું કારણ પણ ત્રણ જુદી જુદી રીતે આપી દીધું છે. જેરાલ્ડ ફોર્ડ નામના યુદ્ધ જહાજને ઓમાનથી દૂર લઈ જવામાં આવી રહ્યું હતું. જાન્યુઆરી ૨૦૨૬માં ઘેરાબંઘી માટે આ જહાજને ઓમાન પાસે રોકવામાં આવ્યું હતું. હવે તે અમેરિકાની નેવી બેઝ કેમ્પ બાજું પાછું ફર્યું છે. સુત્રોમાંથી મળતી વિગત અનુસાર છેલ્લા અઠવાડિયામાં આ જહાજ પર આગ લાગી ગઈ હતી, જેના કારણે અનેક વસ્તુઓ ત્યાં ડેમેજ થઈ હતી. સમારકામ અને કેટલીક વસ્તુઓને લઈને તેને ફરી પરત મોકલાયું છે. હવે આના બદલે ક્યુ જહાજ આવશે અને ક્યાં સુધી રહેશે એ અંગે અમેરિકાએ કોઈ જવાબ આપ્યો નથી. પાણીની વચ્ચે સુરંગને દૂર કરતા ૨ અમેરિકી જહાજને મિડલ ઈસ્ટમાંથી મલેશિયા રવાના થવાનો આદેશ છે.
આ જહાજની સેટેલાઈટ તસવીર મળી હતી. એક જહાજનું નામ તુલસા અને સાંતા છે. આ બન્નેનો ઉપયોગ બોમ્બવાળી સુરંગને દૂર કરવા માટે થતો હતો. હાલમાં એક રિપોર્ટ અનુસાર આ જહાજ અત્યારે હોર્મુઝથી ૩૫૦૦ કિમી દૂર છે. અચાનક મલેશિયા તરફ રવાના થવાના ઓર્ડર કોણે આપ્યા અને શા માટે આપવામાં આવ્યા એ અંગે અમેરિકા મૌન છે. હાલમાં આ કેટેગરીનું માત્ર એક જહાજ મિડલ ઈસ્ટમાં છે. અમેરિકાની સુરક્ષા સાથે જાેડાયેલા એક પૂર્વ સલાહકાર જાેન બાલ્ટને કહ્યું હતું કે, ટ્રમ્પ સરકાર હવે ઈરાન સાથે જંડ છેડીને ફસાઈ ચૂકી છે. અમેરિકાના પ્રયાસ તરત જ જંગ ખતમ કરી દેવાના હતા. પણ ઈરાને વળતા હુમલા કરીને લંબાવી નાંખ્યું. હવે ટ્રમ્પ સરકાર પાસે યુદ્ધ ખતમ કરવા સિવાય બીજાે કોઈ વિકલ્પ નથી. આમ પણ અમેરિકામાં હવે આ પગલાંને લઈને ટ્રમ્પની ટીકા થઈ રહી છે. વગર કોઈ ઠોસ સમજૂતી વગર તે યુદ્ધ ખતમ કરી દેશે તો દુનિયામાં એમની છબી ખરડાશે. હવે આ લડાઈ ખતમ કરવી સરળ નથી. સ્થિતિ એવી કે, અમેરિકાએ હવે જમીન પર સેના ઊતારવી પડે એમ છે, જે અમેરિકા માટે જાેખમી છે.




