
નંદીગ્રામ અને રેજીનગરમાં મતદાન રેજીનગર અને નંદીગ્રામમાં પેટાચૂંટણી વચ્ચે પોલીસ એક્શનમાં ધારાસભ્ય અને ‘આમ જનતા ઉન્નયન પાર્ટી‘ના વડા હુમાયુન કબીરની પોલીસે ધરપકડ કરી હતી બંગાળમાં સત્તા પરિવર્તન બાદ, નંદીગ્રામ અને રેજીનગર વિધાનસભા મતવિસ્તારોમાં પેટાચૂંટણી માટેનું મતદાન મંગળવારે સવારે ૭ વાગ્યે શરૂ થયું હતું. બંને બેઠકો માટે મતદાન સાંજે ૬ વાગ્યા સુધી ચાલુ રહેશે.
શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા માટે કેન્દ્રીય દળોની ૭૧ કંપનીઓ તૈનાત કરવામાં આવી AS. જેમાં નંદીગ્રામમાં ૩૭ અને રેજીનગરમાં ૩૪ કંપનીઓનો સમાવેશ થાય છે. બંને બેઠકો માટે મતગણતરી ૯ ઓક્ટોબરે યોજાનાર છે.
મુર્શિદાબાદના બેલડાંગાના SDPO આનંદજીત હોરેએ કહ્યું, “હુમાયુ કબીરની અટકાયત કરવામાં આવી છે કારણ કે તેમણે કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. પરિસ્થિતિ નિયંત્રણમાં છે. પરિસ્થિતિને સંભાળવા માટે પૂરતા પ્રમાણમાં પોલીસ અને CAPF દળો તૈનાત છે.”
નંદીગ્રામમાં, ભાજપના ઉમેદવાર હસીરાની રાથનો મુકાબલો કોંગ્રેસના મિલન પ્રધાન, રિતાબ્રતા બેનર્જીના નેતૃત્વ હેઠળના તૃણમૂલ જૂથના મોહમ્મદ એતેશામુલ હક અને સીપીઆઈ (CPI)ના શાંતિ ગોપાલ ગિરી સાથે છે. મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળની તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર સંચિતા પ્રધાન ડેએ છેલ્લી ઘડીએ પોતાનું ઉમેદવારી પત્ર પાછું ખેંચી લીધું હતું. ત્યારબાદ, મમતા બેનર્જીએ કોંગ્રેસના ઉમેદવાર મિલન પ્રધાનને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. નંદીગ્રામમાં અંદાજે ૨.૬૭ લાખ મતદારો છે અને ૩૨૩ મતદાન મથકો પર મતદાન થઈ રહ્યું છે.
નંદીગ્રામની પેટાચૂંટણી શુભેન્દુ અધિકારી માટે વિશેષ મહત્વ ધરાવે છે.
તેમણે ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણી દરમિયાન નંદીગ્રામ અને ભવાનીપુર બંને મતવિસ્તારોમાં જીત મેળવી હતી.મુખ્યમંત્રી બન્યા પછી, તેમણે ભવાનીપુર બેઠક પોતાની પાસે રાખી અને નંદીગ્રામ બેઠક પરથી રાજીનામું આપ્યું, જેના કારણે વર્તમાન પેટાચૂંટણી યોજવી પડી. હવે ભાજપ સામે પોતાનો પ્રભાવ અને જીતનું અંતર જાળવી રાખીને આ બેઠક જીતવાનો પડકાર છે.
રેજીનગરમાં પણ બહુકોણીય મુકાબલો ચાલી રહ્યો છે. મેદાનમાં રહેલા ઉમેદવારોમાં ભાજપના સખરાઓ સરકાર (મુરશિદાબાદ જિલ્લાના ભૂતપૂર્વ પ્રમુખ), મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળના તૃણમૂલ જૂથના રબિઉલ આલમ ચૌધરી, અન્ય તૃણમૂલ જૂથના સફીઉઝઝમાન શેખ, કોંગ્રેસના મોહમ્મદ અબ્દુલ્લાહિલ કાફી અને સીપીઆઈ(એમ)ના સૈયદ અસદ અલીનો સમાવેશ થાય છે.
આમ જનતા ઉન્નયન પાર્ટીએ તેના વડા હુમાયુન કબીરના પુત્ર ગુલામ નબી આઝાદને પોતાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. રેજીનગરમાં અંદાજે ૨.૫૭ લાખ મતદારો છે.
રેજીનગરમાં મતદાન શરૂ થયા બાદ પોલીસે ‘આમ જનતા ઉન્નયન પાર્ટી‘ના વડા હુમાયુન કબીરની અટકાયત કરી હતી. તેમને વિસ્તારમાં આવેલી તેમની પાર્ટીની ઓફિસમાંથી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનાક્રમને કારણે ચાલી રહેલા મતદાન વચ્ચે રાજકીય ગતિવિધિઓ તેજ બની છે.
બંને બેઠકોના પરિણામોને નવી સરકાર અંગેના જનમતનો પ્રારંભિક સંકેત માનવામાં આવી રહ્યા છે. નંદીગ્રામમાં ભાજપ સામે પોતાની મજબૂત પકડ સાબિત કરવાનો પડકાર છે, જ્યારે લઘુમતી-બહુલ રેજીનગરમાં તેના પરંપરાગત મત-આધાર (બેઝ) ઉપરાંત અન્ય વર્ગોનું સમર્થન મેળવવાની કસોટી છે.




