
સાયબર ઠગોએ વધુ એક સિનિયર સિટીઝનને શિકાર બનાવ્યા apk ફાઈલના ચક્કરમાં વધુ એક સિનિયર સિટીઝન ફસાયા અકોટા પોલીસે આ ફરિયાદને આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
એપીકે ફાઈલના નામે ઠગાઈના સંખ્યાબંધ બનાવો બની રહ્યા છે ત્યારે અલકાપુરી વિસ્તારના વધુ એક સિનિયર સિટીઝન એપીકે ફાઇલના ચક્કરમાં સપડાતા તેમણે પોણો લાખ રૂપિયા ગુમાવ્યા છે.
અલકાપુરીના શ્રી કુંજ ફ્લેટ ખાતે રહેતા અને નિવૃત્ત જીવન ગાળતા નરેન્દ્રભાઈ શેઠે પોલીસને કહ્યું છે કે ગઈ તા ૩૦મી સપ્ટેમ્બરે મારા મોબાઈલ ઉપર ક્રેડિટ કાર્ડ લિમિટ ઇન્ક્રીઝ એપીકે નામની એક લિંક આવી હતી.
હું આરબીએલનું ક્રેડિટ કાર્ડ વાપરતો હોવાથી મેં આ લિંક ઓપન કરતા થોડી જ વારમાં એક પછી એક ત્રણ ટ્રાન્ઝેક્શન થયા હતા અને મારા બેંક ખાતામાંથી રૂ.૭૫,૬૧૯ ઉપડી ગયા હતા. મેં તરત જ ફોન બંધ કરી રીસેટ કર્યો હતો અને સાયબર સેલને જાણ કરી હતી. અકોટા પોલીસે આ ફરિયાદને આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.




