
CJI સૂર્યકાંતે રાહુલ ગાંધીને માર્ગ બતાવ્યો મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંતે રાહુલ ગાંધી સહિત વિપક્ષના નેતાઓ સાથે મુલાકાત કરવાની ના પાડી હતી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને વિપક્ષી પાર્ટીના ઈન્ડિયા ગઠબંધને સોમવાર ૧૨ ઓક્ટોબરની સાંજે સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ કાઢી અને ત્યાં પહોંચી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ અરજી દાખલ કરી. વિપક્ષનો આરોપ છે કે ચૂંટણી પ્રક્રિયામાં ગડબડ થઈ છે અને વોટ ચોરી જેવા ગંભીર મુદ્દા પર કાર્યવાહી થવી જાેઈએ.
હકીકતમાં જાેઈએ તો, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંતે રાહુલ ગાંધી સહિત વિપક્ષના નેતાઓ સાથે મુલાકાત કરવાની ભલે ના પાડી દીધી હોય, પણ તેમણે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચવા માટે માર્ગ મોકળો કરી દીધો. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના ૧૦-૧૫ નેતાઓના એક પ્રતિનિધિમંડળને પરિસરમાં બનેલા ફાઈલિંગ કાઉન્ટર પર જઈને ઝ્રઈઝ્ર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ અરજી સોંપવાની મંજૂરી આપી દીધી. ખાસ વાત એ છે કે, ફાઈલિંગ કાઉન્ટર બંધ થવાના ઠીક એક મિનિટ પહેલા અરજી દાખલ થઈ.
હકીકતમાં જાેઈએ તો, સીજેઆઈ સૂર્યકાંતે આ વિપક્ષી નેતાઓ સાથે મુલાકાતનો સમય આપવાની ના પાડતા કહ્યું હતું કે, જે મુદ્દા પર તેઓ આવેદન આપવા માગે છે તે પહેલાથી કોર્ટમાં વિચારાધીન છે. આવા સમયે પ્રશાસનિક સ્તર પર બેસવાની જગ્યાએ ન્યાયિક પ્રક્રિયા દ્વારા કોર્ટનો દરવાજાે ખટખટાવો યોગ્ય છે. સીજેઆઈ સૂર્યકાંતે ૧૧ ઓક્ટોબરના રોજ લખેલા પત્રમાં રાહુલ ગાંધી અને મલ્લિકાર્જૂન ખડગેને તેમના અનુરોધનો જવાબ આપ્યો, જેમાં તેમણે ૧૨ ઓક્ટોબરના સાંજે ૪થી ૫ વાગ્યા વચ્ચે મુલાકાતનો સમય માગ્યો હતો. આ વિપક્ષી નેતાઓનો ઉદ્દેશ્ય મુખ્ય ચૂંટણી કમિશનર અને ભારતીય ચૂંટણી પંચ, કેટલાય છાત્રોની કથિત મનમાની રીતે ધરપકડ, મેટ્રો સ્ટેશનો બંધ કરવા અને ટ્રેનોને રદ કરવા જેવા મુદ્દા પર આવેદન સોંપવાનો હતો.
સીજેઆઈએ પોતાના પત્રમાં સ્પષ્ટ કર્યું કે, આ મુદ્દાથી સંબંધિત મામલા પહેલાથી સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન છે. આવા કિસ્સા પર ચર્ચા કરવા માટે બેઠક બોલાવવી સંવિધાનમાં આપેલી શક્તિઓના પૃથક્કરણના સિદ્ધાંતની વિપરીત હશે. તેમણે તેને ન્યાયિક મર્યાદા અને સ્થાપિત પરંપરા અનુરૂપ નથી ગણતા.




