
રણવીરસિંહે જીએમસી હમર બાદ બીજી ઇવી ખરીદી અભિનેતા રણવીર સિંહે બે કરોડની બીએમડબલ્યુઆઇ ૭ કાર ખરીદી બોલિવૂડમાં અજય દેવગણ, સોનમ કપૂર, જિતેન્દ્ર, રિતેશ દેશમુખ અને સોનુ સુદ આ પ્રિમિયમ કાર ધરાવે છે રણવીરસિંહે તેના ઘરે બીજી પુત્રીના જન્મ બાદ બે કરોડ રૂપિયાની કિંમતની બીએમડબલ્યુ આઇસેવન લક્ઝરી સિડાન કાર ખરીદી છે. શોરૂમમાંથી ડિલિવરી લઇ રણવીરસિંહ જાતે મુંબઇના રોડ પર કાર ચલાવતો જાેવા મળ્યો હતો.રણવીરસિંહ આ પહેલાં જીએમસી હમર ઇવી ખરીદી હતી. તેની આ બીજી ઇવી કાર છે. રણવીરસિંહના લકઝરી કારના કાફલામાં લોમ્બર્ગિર્ની ઉરૂસ, મસિડિઝ મેબાક જીએલએસ ૬૦૦, રેન્જ રોવર અને એસ્ટોન માર્ટિન રેપીડ એસનો સમાવેશ થાય છે. બોલિવૂડના સ્ટાર્સમાં બીએમડબલ્યુ સિરિઝ ૭ લક્ઝરી સિડાન ઘણી લોકપ્રિય બની ચૂકી છે. બોલિવૂડમાં અજય દેવગણ, સોનમ કપૂર, જિતેન્દ્ર, રિતેશ દેશમુખ અને સોનુ સુદ આ પ્રિમિયમ કાર ધરાવે છે.




