
ઝેલેન્સ્કીએ પ્રસ્તાવ નકાર્યાે: ૬૦ દિવસના વિરામ પર અડગ યુક્રેન ચૂંટણી યોજે તો એક દિવસનો યુદ્ધવિરામ કરવા રશિયા તૈયાર રશિયા હજી પણ યુક્રેનનની રિફાઇનરીઓ પર હુમલા કરી રહ્યુ છે, પુતિને ટ્રમ્પની ટ્વીટ વાંચી લાગતી નથી: ઝેલેન્સ્કી રશિયાએ જણાવ્યું હતું કે જાે યુક્રેન પ્રમુખપદની ચૂંટણી યોજતું હોય તો તેઓ એક દિવસનો યુદ્ધવિરામ કરવા તૈયાર છે, પરંતુ ઝેલેન્સ્કીએ રશિયાની વાત ફગાવી દેતા જણાવ્યું હતું કે તેઓ ૬૦ દિવસના યુદ્ધવિરામ પર અડગ છે. તેની સાથે તેમની વાતનો પુનરોચ્ચાર કર્યાે છે કે તેઓ યુક્રેનમાં ચૂંટણી યોજવા તૈયાર છે, પરંતુ તે રશિયા યુદ્ધવિરામ કરે ત્યારે જ શક્ય છે. તેની સામે મોસ્કોનું કહેવું છે કે તેઓ આટલા લાંબા યુદ્ધવિરામના બદલે કાયમી ધોરણે શાંતિ સ્થપાય તેવું ડીલ કરવા માંગે છે.ક્રેમલિનના પ્રવક્તા દમિત્રી પેસ્કોવે જણાવ્યું હતું કે પ્રમુખપદની ચૂંટણી યોજાતી હોય તો પુતિન તેમના લશ્કરને એક દિવસ માટે યુદ્ધવિરામનો આદેશ આપવા તૈયાર છે. તેમણે જણાવ્યું હતું કે અમે યુક્રેન સાથે કામચલાઉ યુદ્ધવિરામ ઇચ્છતા નથી. અમે લાંબા ગાળાની શાંતિ ઇચ્છીએ છીએ.ટ્રમ્પે જણાવ્યું હતું કે યુક્રેનને હવે નવા પ્રમુખની જરૂર છે તેના જવાબમાં ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે રશિયાને કહો કે તે બે મહિના યુદ્ધવિરામ કરે. અમે ચોક્કસ ચૂંટણી યોજીશું. ઝેલેન્સ્કી ૨૦૧૯માં પ્રમુખપદે ચૂંટાયા હતા અને તેમની મુદત ૨૦૨૪માં પૂરી થઈ હતી.આ દરમિયાન ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે ટ્રમ્પની રશિયા-યુક્રેન એકબીજાના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રકચર પર હુમલો ન કરે તેવી ટવીટ છતાં પણ રશિયાએ યુક્રેનના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રકચર પર હુમલા કરવાનું ચાલું રાખ્યુ છે. આ બતાવે છે કે ટ્રમ્પની ટવીટ પુતિને જાેઈ લાગતી નથી. તેમણે ઉમેર્યુ હતું કે તેમણે તો મીડિયા દ્વારા જાણ્યું હતું કે રશિયા-યુક્રેન એકબીજાના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રકચર પર હુમલા કરવા તૈયાર થઈ ગયા છે. અમે પણ આ વાતના સમર્થનમાં છીએ, પરંતુ રશિયાએ તેના માટેની તૈયારી દાખવી નથી.જાે કે ટ્રમ્પ આ પહેલા ૧૪ સપ્ટેમ્બરના રોજ આ પ્રકારની જ પોસ્ટ કરી ચૂક્યા છે. આ પોસ્ટમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે યુક્રેન-રશિયા તે વાત સાથે સંમત થયા છે કે બંને દેશ એકબીજાના ઇન્ફ્રાસ્ટ્રકચર પર હુમલો નહીં કરે, પરંતુ તેમણે તેની વિગતો આપી ન હતી.યુરોપીયન યુનિયનના ટોચના રાજદ્વારીએ પણ યુક્રેન-રશિયા વચ્ચે આવી કોઈ સમજૂતી સધાય તો તેને આવકાર્ય ગણાવી હતી, પરંતુ રશિયા આ બાબતને સન્માન આપે તેવું તેમને જરા પણ લાગતું નથી. ડીઝલને લઈને ટ્રમ્પના પુતિન સાથે ડીલ કરવાના ર્નિણયથી અમેરિકા, યુરોપ અને યુક્રેન ત્રણેયમાં અસંતોષ ફેલાયો છે. એસ્ટોનિયાના પ્રધાને જણાવ્યું હતું કે ટ્રમ્પના પુતિન સાથેના ડીલના લીધે આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવમાં કોઈ ફેર નહીં પડે, બહુ-બહુ તો અમેરિકાના સ્થાનિક ભાવમાં ઘટાડો નોંધાઈ શકે.




