
અજિંક્ય શિંદે પીસ બોન્ડ ભરી મુક્ત સીજેપીના સૌરવ દાસ, આશુતોષ રંકાને તિહાડ જેલ મોકલી દેવાયા જંતર મંતર પર પરવાનગી વિના વિરોધ પ્રદર્શન કરવું અને પીસ બોન્ડના ઉલ્લંઘન બદલ કસ્ટડીમાં મોકલાયા જંતર મંતર પર પરવાનગી વિના વિરોધ પ્રદર્શન કરવું અને પીસ બોન્ડના ઉલ્લંઘન બદલ સીજેપીના આશુતોષ રંકા, સૌરવ દાસને ૫ દિવસની કસ્ટડીમાં મોકલાયા છે. જ્યારે આજિંક્ય શિંદે પીસ બોન્ડ ભરી મુક્ત થયો છે. સીજેપીના આશુતોષ રંકા અને સૌરવ દાસને તિહાડ જેલ મોકલવામાં આવ્યા છે.
કોક્રોચ જનતા પાર્ટીના નેતા સૌરવ દાસ, આશુતોષ રંકા અને અજિંક્ય શિંદેની પોલીસે ધરપકડ કરી છે. સીજેપીના ત્રણેય નેતાઓ વિરુદ્ધ દિલ્હી પોલીસની આ કાર્યવાહીનું કારણ છે કે આ ત્રણ નેતાઓ તેના અન્ય સભ્યો સાથે પરવાનગી વિના જંતર મંતર વિસ્તારમાં આવ્યા અને વિરોધ પ્રદર્શન કર્યું સાથે જ અગાઉ કરેલા શાંતિ કરારનો ભંગ પણ કર્યો છે. આ મામલે પોલીસે પ્રાથમિકી નોંધી હતી. ત્યારબાદ આજે સવારે તેમને કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર સૌરવ દાસ અને આશુતોષ રંકાએ કલમ ૧૬૩ નું ફરીવાર ઉલ્લંઘન કર્યું છે. પોલીસે તેમને રિપીટ ઓફેંડર કહ્યા અને તેમના અગાઉ કરેલા આચરણનો પણ હવાલો આપવામાં આવ્યો. પોલીસે કોર્ટને જણાવ્યું કે બંનેએ અગાઉના બોન્ડનું ઉલ્લંઘન પણ કર્યું છે. જ્યારબાદ કોર્ટે તેમને ૫ દિવસની કસ્ટડી માટે તિહાડ જેલ મોકલવાનો આદેશ કર્યો.
કોક્રોચ જનતા પાર્ટીના નેતા સૌરવ દાસ, આશુતોષ રંકાને ૫ દિવસ તિહાડ જેલ મોકલવામાં આવ્યા તેને લઈ અભિજીત દિપકેની પ્રતિક્રિયા પણ સામે આવી છે. દિપકેએ ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ કરી આ ર્નિણય પર સવાલ કર્યો છે. તેણે કહ્યું છે કે આશુ અને સૌરવને ૫ દિવસ જેલ મોકલવામાં આવ્યા છે. તેમની ભુલ શું છે ? જંતર મંતર પર રાષ્ટ્રધ્વજ ફરકાવવો ?
જંતર મંતરને તાજેતરમાં પ્રદર્શન માટેના સ્થળની યાદીમાંથી હટાવી દેવામાં આવ્યું છે તેમ છતાં અને સીજેપીના અન્ય સભ્યો વિરોધ પ્રદર્શનની પરવાનગી વિના જંતર મંતર પહોંચ્યા હતા અને નારેબાજી કરી હતી. તેમના જંતર મંતર ખાતેના કેટલાક વિડિયો પણ વાયરલ થયા હતા. વીડિયોમાં આશુતોષ રંકા એવો દાવો પણ કરે છે કે વિરોધ પ્રદર્શન થશે અને જંતર મંતર ખાતે જ જ્ઞાનેશ કુમાર ને રાજીનામું આપવું પડશે.
આ મામલે પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર સીજેપીના જે પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી છે તેમને એસઈએમ સમક્ષ રજૂ કરવામાં આવશે. જંતર મંતર ખાતેથી સીજેપીના સૌરવ દાસ, અજિંક્ય શિંદે અને આશુતોષ રંકાની ધરપકડ કરવામાં આવી છે આ મામલે કોક્રોચ જનતા પાર્ટીની લીગલ હેડ રત્ના સિંહે તેના એક્સ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે લખ્યું છે કે ષ્ઠદ્ઘॅ ના ૩ નેતાઓને એસઇએમ સમક્ષ રજૂ કરવાની શક્યતા છે. સીજેપીના પ્રદર્શનકારીઓ વિરોધ પરવાનગી વિના જંતર મંતરમાં ઘૂસવા ઉપરાંત અગાઉ કરેલા પીસ બોન્ડની શરતોનું ઉલ્લંઘન કરવાની કલમ પણ લગાડવામાં આવી છે. ફરિયાદ અનુસાર બીજેપીના કાર્યકર્તા જંતર મંતર વિસ્તારમાં દાખલ થયા અને જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરતા નારા લગાવવા લાગ્યા હતા. મહત્વનું છે કે જંતર મંતર હવે પ્રદર્શન સ્થળ રહ્યું નથી. અહીં કોઈપણ વ્યક્તિ પ્રદર્શન ન કરી શકે.




