
તિરંગા રેલી સામે વેપારીઓના વિરોધ પર દીપકેનો જવાબ સરકાર દિલ્હીને વોર ઝોન બનાવે છે, અમે નહીં ઝ્રત્નઁ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા અને મતદાર યાદીમાં કથિત ગેરરીતિઓ સામે આંદોલન કરી રહી છે
દિલ્હીના કોનોટ પ્લેસમાં શુક્રવારે સાંજે ૫ વાગ્યે યોજાયેલી ‘લહેરા દો તિરંગા’ માર્ચ પહેલાં કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દીપકેએ સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે શાંતિપૂર્ણ વિરોધને કારણે નહીં, પરંતુ સુરક્ષાના નામે આખા શહેરમાં પ્રતિબંધો મૂકવાથી વેપારને નુકસાન થાય છે. દીપકેએ આરોપ લગાવ્યો કે સરકાર વિરોધ પ્રદર્શનો રોકવા માટે શહેરમાં અવરજવર પર નિયંત્રણ મૂકે છે અને ઇન્ટરનેટ સેવાઓ બંધ કરે છે. તેમણે કહ્યું કે સરકારને સવાલ પૂછવા અને અન્યાય સામે વિરોધ કરવા એ લોકશાહીનો અધિકાર છે. CJP મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે આંદોલન ચલાવી રહી છે. મતદાર યાદીની જીૈંઇમાં કથિત ગેરરીતિઓના વિરોધમાં આ માર્ચ યોજાઈ રહી છે. બીજી તરફ, નવી દિલ્હી ટ્રેડર્સ એસોસિયેશને છેલ્લા ત્રણ અઠવાડિયાંથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોને કારણે દુકાનદારો, વાહનચાલકો અને અન્ય કામદારોની આજીવિકા પર અસર પડતી હોવાની ચિંતા વ્યક્ત કરી છે. સંગઠને વેપારી વિસ્તારમાં વિરોધ પ્રદર્શનોને બદલે અન્ય સ્થળ પસંદ કરવાની માગ કરી છે અને પ્રસ્તાવિત માર્ચ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. માર્ચને ધ્યાનમાં રાખીને મધ્ય દિલ્હીમાં કડક સુરક્ષા ગોઠવવામાં આવી છે. અહેવાલો અનુસાર, ૬,૦૦૦થી વધુ દિલ્હી પોલીસકર્મીઓ અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોની ૨૨૦ કંપનીઓ તહેનાત કરવામાં આવી હતી. સેન્ટ્રલ પાર્ક ૧૬ અને ૧૭ ઑક્ટોબરે બંધ રાખવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.




