
દમ્મામ અને રિયાધ જતી ફ્લાઈટો રદ કરી સાઉદી-હુથીઓ વચ્ચે સંઘર્ષ વધતા એર ઈન્ડિયાએ ફ્લાઈટ્સ રદ કરી એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસે જેદ્દાહ, રિયાધ અને દમ્મામ માટેની ફ્લાઈટ્સ ૨૪મી સુધી સ્થગિત કરી એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસે સાઉદી અરેબિયાના ત્રણ મુખ્ય શહેરો – જેદ્દાહ, રિયાધ અને દમ્મામ માટેની પોતાની ફ્લાઈટ્સ અસ્થાયી રૂપે અટકાવી દીધી છે. એરલાઈન દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, આ ર્નિણય ૨૪ ઓક્ટોબર, ૨૦૨૬ સુધી અમલમાં રહેશે. ફ્લાઈટ્સ રદ થવાના કારણે મુસાફરોને પડી રહેલી અગવડતાને ધ્યાનમાં રાખીને કંપનીએ ટિકિટની તારીખ બદલવા અથવા પૂરેપૂરું રિફંડ મેળવવાનો વિકલ્પ આપ્યો છે. જે મુસાફરોએ ૧૫ ઓક્ટોબર, ૨૦૨૬ કે તે પહેલાં એર ઈન્ડિયા અથવા એર ઈન્ડિયા એક્સપ્રેસમાં ટિકિટ બુક કરાવી હોય, તેઓ આ વિશેષ સુવિધાનો લાભ લઈ શકશે. આ માટે મુસાફરીની મૂળ તારીખ ૯ ઓક્ટોબરથી ૨૫ ઓક્ટોબર, ૨૦૨૬ વચ્ચેની હોવી જરૂરી છે. આવા અસરગ્રસ્ત મુસાફરો ૧૦ નવેમ્બર, ૨૦૨૬ સુધી કોઈપણ વધારાના ચાર્જ વિના એક વાર પોતાની મુસાફરીની તારીખ બદલી શકે છે. જાેકે, આ સુવિધા સંબંધિત એરલાઈનના નિયમો અને ઉપલબ્ધ સીટોના આધારે જ આપવામાં આવશે.




