
બ્લુ ડ્રમ કેસમાં નવો વળાંક ફાંસીની સજા સામે મુસ્કાન અને સાહિલ હાઈકોર્ટમાં પહોંચ્યા બંનેએ દોષિત ઠેરવવાના ર્નિણય અને મૃત્યુદંડની સજા રદ કરવાની માગ કરી છે ઉત્તર પ્રદેશના મેરઠમાં ચર્ચિત સૌરભ રાજપૂત હત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. કેસમાં દોષિત ઠરાવાયેલા મુસ્કાન રસ્તોગી અને સાહિલ શુક્લાએ જિલ્લા અદાલત દ્વારા ફટકારવામાં આવેલી ફાંસીની સજાને પડકારતાં અલાહાબાદ હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી છે. અહેવાલ મુજબ, બંનેએ દોષિત ઠેરવવાના ર્નિણય અને મૃત્યુદંડની સજા રદ કરવાની માગ કરી છે.મેરઠની જિલ્લા અને સેશન્સ અદાલતે ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ બંનેને દોષિત જાહેર કર્યા હતા અને ૧૪ ઓક્ટોબરના રોજ ફાંસીની સજા સંભળાવી હતી. હવે બંનેએ પોતાના વકીલો મારફતે હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે.
આ કેસ મેરઠના બ્રહ્મપુરી પોલીસ સ્ટેશન વિસ્તાર સાથે જાેડાયેલો છે. સૌરભ રાજપૂતની હત્યા બાદ તેનો મૃતદેહ વાદળી પ્લાસ્ટિકના ડ્રમમાં મૂકવામાં આવ્યો હોવાનો અને પુરાવા છુપાવવા માટે ડ્રમમાં સિમેન્ટ તથા કોંક્રિટ ભરવામાં આવ્યા હોવાનો મામલો સામે આવ્યો હતો. આ ઘટનાએ સમગ્ર દેશમાં ચર્ચા જગાવી હતી.
અહેવાલ અનુસાર, મુસ્કાન અને સાહિલ તરફથી ૧૬૮ પાનાની અપીલ દાખલ કરવામાં આવી છે. તેમાં દલીલ કરવામાં આવી છે કે ફરિયાદી પક્ષ આરોપોને વાજબી શંકાથી પર સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો છે. અપીલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે કેસ સંજાેગજન્ય પુરાવા પર આધારિત હતો અને પુરાવાઓનું મૂલ્યાંકન કરતી વખતે ટ્રાયલ કોર્ટે કાનૂની સિદ્ધાંતોનું યોગ્ય પાલન કર્યું નથી.
અપીલમાં ડ્રમ, સિમેન્ટ અને અન્ય વસ્તુઓની ખરીદી અંગેના સાક્ષીઓનાં નિવેદનોમાં વિરોધાભાસ હોવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે. સાથે જ, ખરીદી સંબંધિત સીસીટીવી ફૂટેજ અને રસીદો રજૂ ન કરાઈ હોવાની દલીલ કરવામાં આવી છે. આ તમામ દલીલો અપીલકર્તાઓનો પક્ષ છે; તેના પર હાઈકોર્ટનો ર્નિણય આવવાનો બાકી છે.
અહેવાલ મુજબ, અપીલમાં ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળના આરોપોમાંથી મુક્ત કરવાની પણ માગ કરવામાં આવી છે. હાઈકોર્ટ અપીલની સુનાવણી દરમિયાન ટ્રાયલ કોર્ટના ચુકાદા, પુરાવા અને કાયદાકીય દલીલોની સમીક્ષા કરશે.
હાલમાં અપીલ દાખલ થવાથી ફાંસીની સજા આપમેળે રદ થતી નથી. સજા અંગે આગળની કાનૂની કાર્યવાહી અને હાઈકોર્ટના ર્નિણય બાદ જ કેસની આગામી સ્થિતિ સ્પષ્ટ થશે.




