અનંત ચતુર્દશીનો મહત્ત્વ
સપ્ટેમ્બર અનંત ચતુર્દશી : ભાદ્રપદમાં શુક્લ પક્ષની ચતુર્દશી તિથિને અનંત ચતુર્દશી કહેવાય છે. તે અનંત ચૌદસ તરીકે પણ ઓળખાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુ, માતા યમુના અને શેષનાગની પૂજા કરવામાં આવે છે. અનંત ચતુર્દશીના દિવસે અનંત સૂત્ર બાંધવામાં આવે છે. આ દિવસે જ ગણેશોત્સવ પૂર્ણ થાય છે. આ દિવસ ભગવાન વિષ્ણુના શાશ્વત સ્વરૂપની પૂજા માટે સૌથી યોગ્ય માનવામાં આવે છે. આ દિવસે કેટલાક ભક્તો ભગવાન વિષ્ણુની પૂજા કરે છે અને ઉપવાસ પણ રાખે છે. જાણો આ વર્ષે અનંત ચતુર્દશી ક્યારે છે
અનંત ચતુર્દશી 2024 તારીખ
ચતુર્દશી તિથિ 16 સપ્ટેમ્બર 2024 ના રોજ બપોરે 03:10 વાગ્યે શરૂ થશે અને 17 સપ્ટેમ્બર 2024 ના રોજ સવારે 11:44 વાગ્યે સમાપ્ત થશે. અનંત ચતુર્દશી 17 સપ્ટેમ્બર 2024 ના રોજ ઉજવવામાં આવશે.
અનંત ચતુર્દશી પૂજન મુહૂર્ત
દ્રિક પંચાંગ અનુસાર અનંત ચતુર્દશી પૂજનનો મુહૂર્ત સવારે 06:06 થી 11:44 સુધીનો રહેશે.
અનંત ચતુર્દશીનું મહત્વ
હિન્દુ શાસ્ત્રો અનુસાર અનંત ચતુર્દશી પર અનંત સૂત્ર બાંધવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે આ સૂત્રમાં ભગવાન વિષ્ણુનો વાસ છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કર્યા પછી તેને હાથ પર બાંધવામાં આવે છે. અનંત સૂત્રમાં 14 ગાંઠ છે. આ 14 ગાંઠો 14 દુનિયા સાથે જોડાયેલા જોવા મળે છે.
ગણેશ ઉત્સવનો છેલ્લો દિવસ છે
અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ બાપ્પાને ધામધૂમથી વિદાય આપવામાં આવે છે. 10 દિવસ સુધી ચાલનારા ગણપતિ ઉત્સવનો આ છેલ્લો દિવસ છે. આ દિવસને ગણેશ વિસર્જન તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ પણ વાંચો – Bad habits deficiencies : જે લોકોમાં આ ખરાબ ટેવો હોય છે, તેને આ વસ્તુઓની કમી રહે છે.