Astrology News: જ્યોતિષ શાસ્ત્ર માને છે કે સાવરણી કે સફાઇ માટે વપરાતા પોતાને લોકોની નજરથી છુપાવીને રાખવા જોઇએ. તેથી તેને મૂકવાની જગ્યા અને દિશા પણ યોગ્ય હોવી જોઇએ. ખરેખર, આપણે સાવરણીનો ઉપયોગ સાફ-સફાઇ કરવામાં તો કરીએ છીએ, પરંતુ ક્યારેય તેને મૂકવા વિશે નથી વિચારતાં. જ્યોતિષ શાસ્ત્રમાં સાવરણીને માતા લક્ષ્મી સાથે જોડીને જોવામાં આવે છે. તેવામાં જો તે યોગ્ય જગ્યાએ ન મૂકવામાં આવે તો તેનું નકારાત્મક પરિણામ જોવા મળી શકે છે. તેવામાં હવે સવાલ એ છે કે આખરે સાવરણી અને સફાઇ માટે ઉપયોગમાં લેવાતા પોતાને મૂકવાની સાચી દિશા કઇ છે? આ અંગે વિસ્તૃત જાણકારી આપી રહ્યાં છે ઉન્નાવના જ્યોતિષાચાર્ય પંડિત ઋષિકાંત મિશ્ર શાસ્ત્રી.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, જો ઘરનું વાસ્તુ યોગ્ય હોય તો ઘરમાં હંમેશા ખુશહાલી અને સમૃદ્ધિ રહે છે. પરંતુ ઘરનું વાસ્તુ ખરાબ હોય તો વ્યક્તિને અલગ-અલગ પ્રકારની સમસ્યાનો સામનો પણ કરવો પડી શકે છે. ઘરના વાસ્તુમાં ઘરની અંદર રહેલી વસ્તુઓ આવે છે. તેવામાં જો ઘરની અથવા ઘરની આસપાસ રહેલી વસ્તુઓ સાચી દિશામાં રાખવામાં ન આવે તો તે ઘરની બરબાદીનું કારણ બની શકે છે. ઘરની આ જ બધી વસ્તુઓમાંથી એક છે ઘરની સાફ-સફાઇમાં ઉપયોગમાં લેવાતા સાવરણી અને પોતું.
દરિદ્રતાનો નાશ કરે
દરિદ્ર મોચન (સાવરણી) ઘરમાં સુખ-સમૃદ્ધિનો માર્ગ બને છે કારણ કે હિન્દુ માન્યતાઓ અનુસાર, જે ઘરમાં સાફ-સફાઇ નથી હોતી તે ઘરમાં લક્ષ્મીનો વાસ નથી થતો. તેવામાં ઘરને સ્વચ્છ રાખવા માટે દરિદ્ર મોચન દરિદ્રતાનું દમન કરે છે અને માતા લક્ષ્મીના તે ઘરમાં પ્રવેશનો રસ્તો સાફ કરે છે. તેવામાં ધાર્મિક માન્યતામાં માનતા દુકાનકાર સૂર્યાસ્ત પછી અને અઠવાડિયામાં રવિવાર અને મંગળવારે સાવરણી નથી વેચતાં.
અહીં ન રાખો સાવરણી
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, કેટલીક એવી દિશાઓ પણ હોય છે, જે દિશામાં ભૂલેચૂકે પણ સાવરણી કે પોતું ન રાખવું જોઇએ. આ જગ્યાઓમાં ઘરનો પૂજા રૂમ, રસોડુ, બેડરૂમ સામેલ છે. સાવરણી કે પોતું આ જગ્યાઓ પર રાખવા અશુભ માનવામાં આવે છે.
છુપાવીને રાખો સાવરણી
જ્યોતિષ શાસ્ત્ર માને છે કે સાવરણી કે પોતું લોકોની નજરથી છુપાવીને રાખવા જોઇએ. તેને એવા સ્થાન પર રાખો કે ઘરમાં આવનાર કોઇપણ વ્યક્તિની નજર સીધી તેના પર ન પડે. આ ઉપરાંત સાવરણીને ક્યારેય ઉંધી કે ઉભી ન રાખવી જોઇએ. સાવરણીને હંમેશા આડી જ મૂકવી જોઇએ. આવું ન થાય તો તમારે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.