
મારા વ્યક્તિગત મત મુજબ આવું કરવું યોગ્ય નથી.શ્રેયા ઘોષાલે કન્સર્ટમાં લિપ-સિંકિંગ કરનાર ગાયકોને આળસુ ગણાવીને ટીકા કરી.એ.પી. ધિલ્લોં જ્યારે કપિલ શર્માના શોમાં આવ્યો, ત્યારે તે પોતાના લોકપ્રિય ગીત વિથ યુ પર લિપ-સિંક કરતો જાેવા મળ્યો હતો.ગાયિકા શ્રેયા ઘોષાલ આજે દેશની શ્રેષ્ઠ ગાયિકાઓમાં એક ગણાય છે, તેનાં લાઇવ કોન્સર્ટની પણ ઘણી ડિમાન્ડ રહે છે, ત્યારે કન્સર્ટ દરમિયાન લાઇવ ગાવાની જગ્યાએ લિપ-સિંકિંગ કરનાર ગાયકોની તેમણે ટીકા કરી છે. શ્રેયાએ આ પ્રકારના ગાયકોના આળસુ ગણાવ્યા હતા. ઘણીવાર કન્સર્ટમાં ગાયકો લાઇવ ગાવાના બદલે લિપ-સિંક કરતા હોય તેવી ફરિયાદ શ્રોતાઓ કરતાં હોય છે. હવે શ્રેયા ઘોષાલે પણ આ મુદ્દે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યાે છે. તાજેતરની એક પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન શ્રેયાએ કહ્યું, “આવું કામ બહુ જ આળસુ છે. તમે મહેનત નથી કરી. મારા વ્યક્તિગત મત મુજબ આવું કરવું યોગ્ય નથી.”તેણે આગળ કહ્યું કે કેટલાક કલાકારો પોતાની રીતે ગાય છે અને ક્યારેક ગુણવત્તાના માપદંડ જાળવતા નથી. શ્રેયાએ કહ્યું, “મને ખબર છે કે પ્રેક્ષકોને શું ગમે છે તે હું નકારી શકું નહીં, પરંતુ એક કલાકાર તરીકે મારા કેટલીક સિદ્ધાંતો છે. મારું કોઈ એવું પરફોર્મન્સ જાહેરમાં વાગે જે હું પોતે સાંભળવા પણ તૈયાર ન હોઉં, તો એ મારા માટે ખુબ અપમાનજનક લાગે છે.”શ્રેયાએ ઉમેર્યું કે કલાકારે પોતાની કળા માટે સતત મહેનત કરવી જાેઈએ. “જાે તમે આ સ્થાન મેળવ્યું છે તો તેનું મુલ્ય સમજાે. દરરોજ મહેનત કરવી જરૂરી છે.”તાજેતરમાં, ફેબ્રુઆરીમાં જ્યારે એ.પી. ધિલ્લોં જ્યારે કપિલ શર્માના શોમાં આવ્યો હતો, ત્યારે તે પોતાના લોકપ્રિય ગીત વિથ યુ પર લિપ-સિંક કરતો જાેવા મળ્યો હતો, જેને કારણે ઘણા દર્શકોએ તેની લાઇવ ન ગાવા બદલ ટીકા કરી હતી.




