
HPCL અને BPCL દેશના નાગરિકોને કરી અપીલ “ચિંતા ન કરો! પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક છે સામાન્ય જનતામાં ભય અને ગભરાટનો માહોલ સર્જાયો છે : પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો જાેવા મળી રહી છે
આજકાલ સોશિયલ મીડિયા અને વોટ્સએપ પર ફેલાતી અફવાઓ ક્યારેક-ક્યારેક અસલી સંકટ કરતાં પણ વધારે ખતરનાક સાબિત થાય છે. છેલ્લા કેટલાક દિવસોમાં દેશના વિવિધ ભાગોમાં પેટ્રોલ અને ડીઝલની અછતને લઈને એવા ઘણા સમાચારો વાયરલ થઈ રહ્યા છે, જેનાથી સામાન્ય જનતામાં ભય અને ગભરાટનો માહોલ સર્જાયો છે. અનેક શહેરોમાં પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી લાઈનો જાેવા મળી રહી છે. પરંતુ શું ખરેખર ભારતમાં પેટ્રોલ-ડીઝલ ખતમ થઈ રહ્યું છે? આ ગંભીર સ્થિતિ પર દેશની દિગ્ગજ ઓઈલ કંપનીઓ હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL ) અને ભારત પેટ્રોલિયમ (BPCL)એ મૌન તોડ્યું છે અને દેશવાસીઓને મહત્વની અપીલ કરી છે.
HPCL અને BPC બંનેએ ટ્વીટ કરીને સ્પષ્ટ કર્યું છે કે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા પેટ્રોલ-ડીઝલની અછતના સમાચાર ખોટા અને પાયાવિહોણા છે. કંપનીઓનું કહેવું છે કે, દેશમાં ઈંધણનો પર્યાપ્ત ભંડાર ઉપલબ્ધ છે. ઘણી વખત મિડલ ઈસ્ટમાં વધતા તણાવ કે આંતરરાષ્ટ્રીય બજાર (ઈન્ટરનેશનલ માર્કેટ)માં ઉતાર-ચઢાવના સમાચારોને તોડી-મરોડીને રજૂ કરવામાં આવે છે, જેનાથી સામાન્ય જનતામાં ફફડાટ ફેલાય છે અને તેઓ વધારે પેટ્રોલ-ડીઝલ ખરીદવા લાગે છે. કંપનીઓએ સ્પષ્ટ કર્યું છે કે સપ્લાય ચેઈન સંપૂર્ણપણે સામાન્ય છે અને પેટ્રોલ-ડીઝલની સપ્લાયમાં કોઈ અડચણ આવી નથી.
પેટ્રોલ પંપ પર ભીડ ન લગાવો – કંપનીઓએ નાગરિકોને વિનંતી કરી છે કે, તેઓ અફવાઓ પર વિશ્વાસ કરે અને કારણ વગર પેટ્રોલ પંપ પર લાઈનો ન લગાવે. જ્યારે એકસાથે હજારો લોકો વાહનોમાં જરૂર કરતાં વધારે પેટ્રોલ-ડીઝલ ભરાવવા માટે પંપ પર પહોંચે છે, ત્યારે ત્યાં કૃત્રિમ અછત (આર્ટિફિશિયલ શોર્ટેજ) જેવી સ્થિતિ ઊભી થાય છે, જેને સંભાળવી મુશ્કેલ બની જાય છે.
BPCL પોતાના નિવેદનમાં કહ્યું છે કે, અમે તમામ ગ્રાહકો માટે કોઈ પણ અડચણ વગર ઈંધણની વ્યવસ્થા કરવા માટે પ્રતિબદ્ધ છીએ. મહેરબાની કરીને માત્ર સત્તાવાર સોર્સ પરથી મળેલી માહિતી પર જ વિશ્વાસ કરો. ભારતની ઊર્જા સુરક્ષાને લઈને સરકાર અને ઓઈલ કંપનીઓ સંપૂર્ણપણે આશ્વસ્ત છે. BPCL ભરોસો અપાવ્યો છે કે પેટ્રોલિયમ ઉત્પાદનોનો સ્ટોક આખા દેશમાં મેન્ટેન કરવામાં આવી રહ્યો છે. આનો અર્થ એ થાય છે કે જાે આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ નાનું-મોટું સંકટ આવે તો પણ ભારત પાસે આગામી ઘણા દિવસો/અઠવાડિયાં માટે પર્યાપ્ત બેકઅપ હાજર છે.




