
કરોડો રૂપિયાનો રમાડાતો હતો સટ્ટા અમદાવાદમાં ઓનલાઈન ચાલતા ક્રિકેટ બેટિંગ રેકેટનો પર્દાફાશસ્થળ પરથી મોબાઈલ ફોન, ટેબ્લેટ, લેપટોપ અને ટીવી સહિત કુલ ૩.૪૩ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
અમદાવાદના નિકોલ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ એક મોટા ક્રિકેટ બેટિંગ રેકેટ પર દરોડા પાડયા છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે સ્થળ પરથી મોબાઈલ ફોન, ટેબ્લેટ, લેપટોપ અને ટીવી સહિત કુલ ૩.૪૩ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
તપાસમાં સામે આવ્યું છે કે આ નેટવર્ક અત્યંત વ્યવસ્થિત રીતે ચલાવવામાં આવતું હતું, જેમાં વિદેશી નંબરો અને અલગ-અલગ બેટિંગ આઈડીનો ઉપયોગ કરીને ઓનલાઇન સટ્ટો રમાડવામાં આવતો હતો. આ દરોડામાં માત્ર સ્થાનિક કનેક્શન જ નહીં, પરંતુ આંતરરાજ્ય લિંક પણ બહાર આવી છે. તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓ SATSPORT9 અને VIPBET૩૬૦ જેવી માસ્ટર આઈડી દ્વારા કરોડો રૂપિયાના સટ્ટાનું સંચાલન કરતા હતા.
પોલીસ તપાસમાં દિલ્હીના આકાશ અને અનિલ કોટક નામના ઈસમોના નામ મુખ્ય સૂત્રધારો તરીકે ખૂલ્યા છે.
આ કેસમાં અત્યાર સુધીમાં કુલ ૪૬ જેટલા શખસોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. વિદેશી નંબરો દ્વારા ઓપરેટ થતા આ રેકેટના મૂળિયાં કેટલા ઊંડા છે તે જાણવા માટે SMC એ વધુ તપાસ તેજ કરી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.




