
શ્રી કુષ્માંડાની ઉપાસના આદિશક્તિ દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે શ્રી કૂષ્માંડા. પોતના ઉદરમાંથી બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કુષ્માંડા દેવીના નામથી ઓળખવામાં આવે છે. કુષ્માંડા દેવીના પૂજનથી અનાહત ચક્ર જાગૃતિની સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. શ્રી કુષ્માંડાની ઉપાસના કરવાથી બધા જ રોગો અને કષ્ટો નાશ પામે છે. આમની ભક્તિથી આયુષ્ય, બળ અને આરોગ્યની વૃધ્ધી થાય છે.
આદિશક્તિ દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે શ્રી કૂષ્માંડા. પોતના ઉદરમાંથી બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કુષ્માંડા દેવીના નામથી ઓળખવામાં આવે છે. કુષ્માંડા દેવીના પૂજનથી અનાહત ચક્ર જાગૃતિની સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે.
એવું માનવામાં આવે છે કે સૃષ્ટીની રચના થઈ ન્હોતી એ સમયે ચારેય બાજુ અંધકાર હતો. ત્યારે દેવીના આ સ્વરૂપ દ્વારા બ્રહ્માંડનો જન્મ થયો હતો. દેવી કૂષ્માંડા અષ્ટભુજા ધારી છે. કૂષ્માંડા માતાને અષ્ટભુજા દેવીના નામથી પણ ઓળખાય છે. આ દેવી ભક્તોના કષ્ટ રોગ, શોક સંતાપોનો નાશ કરે છે.
