
અમદાવાદના ૪ ફૂડ યુનિટ સીલ, ૫૯ કિલો ખાદ્ય પદાર્થનો નાશ. AMC ફૂડ વિભાગે ૫૯ કિલોગ્રામ ખાદ્ય પદાર્થનો સ્થળ પર જ નાશ કર્યો હતા.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગે શહેરીજનોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે એક વ્યાપક ઝુંબેશ ચલાવી છે. આ અભિયાન હેઠળ, નવરાત્રિના પાર્ટી પ્લોટ સહિત વિવિધ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. નવરાત્રિ દરમિયાન પાર્ટી પ્લોટમાં લાગેલા ૯૦ ફૂડ સ્ટોલનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાંથી ત્રણ સ્ટોલ પરથી ખાદ્ય પદાર્થના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આ તપાસ દરમિયાન સ્વચ્છતાના નિયમોનું પાલન ન કરનારા કુલ ૨૮ એકમોને નોટિસ ફટકારવામાં આવી હતી અને તેમની પાસેથી રૂ. ૩૫,૦૦૦નો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને આરોગ્યપ્રદ અને સુરક્ષિત ખોરાક મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે.
આ ચેકિંગ દરમિયાન અનેક સ્થળોએથી મોટા પ્રમાણમાં બિનઆરોગ્યપ્રદ અને વાસી ખોરાક મળી આવ્યો હતો. AMC ફૂડ વિભાગે ૫૯ કિલોગ્રામ ખાદ્ય પદાર્થનો સ્થળ પર જ નાશ કર્યો હતો, જેથી તેનો ઉપયોગ ફરી ન થઈ શકે. આ ઉપરાંત, આરોગ્ય માટે હાનિકારક ગણાતા ફૂડ યુનિટ્સ સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. નિકોલ વિસ્તારમાં આવેલા ગાયત્રી ખમણ અને પટેલ ખમણ, વિજય ભાજીપાંવ અને ભુદરપુરા વિસ્તારમાં આવેલા એવન ચિકન જેવી દુકાનોને સીલ કરવામાં આવી છે. આ કાર્યવાહી દર્શાવે છે કે છસ્ઝ્ર તંત્ર ખાદ્ય સુરક્ષા અંગે જરા પણ બાંધછોડ કરવા તૈયાર નથી.AMC ફૂડ વિભાગનું આ અભિયાન માત્ર પાર્ટી પ્લોટ સુધી સીમિત નહોતું. શહેરના અન્ય ૨૫૦ સ્થળો પર પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં ૮૮ એકમોને નોટિસ પાઠવવામાં આવી અને લગભગ ૩૦૦ કિલોગ્રામ બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થનો નાશ કરવામાં આવ્યો. આ ઝુંબેશ દર્શાવે છે કે ખાદ્ય સુરક્ષા એક સતત ચાલતી પ્રક્રિયા છે. વેપારીઓએ સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જાેઈએ અને ગ્રાહકોએ પણ જાગૃત રહીને શંકાસ્પદ ખોરાક અંગે તંત્રને જાણ કરવી જાેઈએ. આવી સઘન કાર્યવાહી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે તો જ લોકોને સુરક્ષિત અને સ્વચ્છ ખોરાક મળી રહેશે.
