
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત
સુરતના જાણીતા લોકપ્રિય જ્યોતિષાચાર્ય રાજુ મહારાજને દેશના પાટનગર નવી દિલ્હી ખાતે બેસ્ટ જ્યોતિષાચાર્યનો એવોર્ડ આપવામાં આવેલ છે. સુરત અને ગુજરાત અને મહારાષ્ટ્ર અને જુદા જુદા શહેરોમાં અનેક શિષ્યો ધરાવતા રાજુ મહારાજ જ્યોતિષશાસ્ત્રમાં નિપૂણ છે. તેઓની સલાહ અને માર્ગદર્શનથી અનેક પરિવારો સુખભેર જિંદગી જીવી રહ્યા છે.
શાંત અને સરળ સ્વભાવ વાળા રાજુ મહારાજને મળતા લોકોમાં આનંદ અને ઉત્સાહ વધી જાય છે. તેઓના માર્ગદર્શન અને જ્યોતિષશાસ્ત્રના પ્રતાપે લોકોના દુઃખ દર્દ મટી જાય છે. તેઓને બેસ્ટ જ્યોતિષાચાર્ય તરીકેનો એવોર્ડ મળતા ગુજરાત પ્રદેશ મહાનગરપાલિકા કર્મચારી કોંગ્રેસના પ્રમુખ જાણીતા સામાજિક કાર્યકર ભાઈલાલ બી. વૈષ્ણવ, ઉપપ્રમુખ છગનલાલ મેવાડા, મહામંત્રી સઈદુદ્દીન શેખ, મહામંત્રી કાંતિભાઈ સોલંકી, મહામંત્રી શ્યામભાઈ ટેનિયા, મહામંત્રી રવિ કુમાર સુરતી, કાર્યકારી પ્રમુખ હસમુખભાઈ પટેલ, એડવોકેટ અને ઉદ્યોગપતિ ડી.સી સોલંકી ( અંકલેશ્વર), એડવોકેટ બીપીનભાઇ રાઠોડ (નવસારી), એડવોકેટ અને નોટરી અશ્વિનભાઈ વૈષ્ણવ, એડવોકેટ મહેન્દ્ર સોલંકી વિગેરે જ્યોતિષ શ્રી રાજુ મહારાજને બેસ્ટ જ્યોતિષાચાર્ય નો એવોર્ડ મળવા બદલ અભિનંદન અને શુભેચ્છા પાઠવી છે. ટૂંક સમયમાં રાજુ મહારાજની અનુકૂળતા મુજબ સુરત ખાતે સન્માન સમારંભ યોજવામાં આવશે




