
સ્પેને પહેલા હાફમાં મજબૂત લીડ સ્થાપિત કરી ફીફા વર્લ્ડકપમાં ઓસ્ટ્રિયાએ સ્પેનને ૩-૦થી હરાવ્યું ૬૧મી મિનિટે સબસ્ટિટ્યુટ સાસા કાલાજ્ડઝિકને હેડરની તક મળી પરંતુ તે બોલને ગોલપોસ્ટની અંદર રાખવામાં નિષ્ફળ ગયો સ્પેને ફીફા વર્લ્ડ કપ ૨૦૨૬ના રાઉન્ડ ઓફ ૩૨માં શાનદાર પ્રદર્શન કર્યું, ઓસ્ટ્રિયાને ૩-૦ થી હરાવીને અંતિમ ૧૬ માં સ્થાન મેળવ્યું. લોસ એન્જલસ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં મિકેલ ઓયરઝાબલે બે ગોલ કર્યા, જ્યારે પેડ્રો પોરોએ પોતાના પ્રથમ આંતરરાષ્ટ્રીય ગોલ સાથે ટીમની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. સ્પેન હવે ૬ જુલાઈના રોજ ડલ્લાસમાં પોર્ટુગલ-ક્રોએશિયા મેચના વિજેતા સામે ટકરાશે.સ્પેને મેચની શરૂઆતથી જ આક્રમક અભિગમ અપનાવ્યો. પહેલી જ મિનિટમાં લેમિન યમલે ગોલ પર શોટ મારીને ઓસ્ટ્રિયન ડિફેન્સને એલર્ટ કરી દીધા હતા. સ્પેને સતત હુમલો કરવાનું ચાલુ રાખ્યું. માર્ક કુકુરેલાએ કોર્નરમાંથી બોલને નેટમાં હેડ કર્યાે, પરંતુ ગોલકીપર એલેક્ઝાન્ડર સ્લેગર પર ફાઉલને કારણે રેફરીએ ગોલને નામંજૂર કર્યાે. ૩૬મી મિનિટે મિકેલ ઓયરઝાબલે કુકુરેલાના શાનદાર લો ક્રોસથી ફર્સ્ટ-ટચ ફિનિશ સાથે સ્પેનને ૧-૦ ની લીડ અપાવી. પ્રથમ હાફના અંતમાં એલેક્સ બેનાનો ફ્રી-કિક ક્રોસબાર પર અથડાયોઓસ્ટ્રિયાએ બીજા હાફની શરૂઆતમાં વાપસી કરવાનો પ્રયાસ કર્યાે. ૬૧મી મિનિટે સબસ્ટિટ્યુટ સાસા કાલાજ્ડઝિકને હેડરની તક મળી પરંતુ તે બોલને ગોલપોસ્ટની અંદર રાખવામાં નિષ્ફળ ગયો. ત્યારબાદ સ્પેને મેચ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવ્યું. ૬૬મી મિનિટે પેડ્રો પોરોએ એલેક્સ બાએના ચોક્કસ ક્રોસથી શાનદાર હેડરથી ૨-૦ની લીડ બનાવી. સ્પેન માટે આ તેનો પહેલો આંતરરાષ્ટ્રીય ગોલ હતો. સ્પેને ૮૯મી મિનિટે વિજય મેળવ્યો. મિકેલ ઓયરઝાબલે માર્ક કુકુરેલા ક્રોસને ગોલમાં ફેરવી દીધો તેનો બીજાે અને ટીમનો ત્રીજાે ગોલ કરીને સ્પેનને ૩-૦ની શાનદાર જીત અપાવી હતી.સ્પેનના ગોલકીપર ઉનાઈ સિમોને સમગ્ર મેચ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું, સતત પાંચમા વર્લ્ડ કપ મેચમાં ક્લીન શીટ જાળવી રાખી. તેણે સતત ૫૧૯ મિનિટ સુધી ગોલ ન ગુમાવવાનો નવો વર્લ્ડ કપ રેકોર્ડ પણ બનાવ્યો. તેણે ઇટાલીના દિગ્ગજ ગોલકીપર વાલ્ટર ઝેંગાના ૫૧૭ મિનિટ સુધી ગોલ ન ગુમાવવાના રેકોર્ડને તોડી નાખ્યો.




