ભારતમાં ટાટા ગ્રુપ પર લોકોને ભારે વિશ્વાસ છે. મીઠું અને સોયથી લઈને ટ્રક બનાવનારા આ ઔદ્યોગિક ગ્રુપનો ઈતિહાસ 100 વર્ષથી વધારે જૂનો છે. ટાટા ગ્રુપ લગભગ બધી કંપનીઓ શેરબજારમાં લિસ્ટ છે. ખાસ વાત તો એ છે કે, આ કંપનીઓના શેરોએ પણ વાર્ષિક દરે જોરદાર રિટર્ન આપીને લોકોને મોટો નફો કરાવ્યો છે.
જો તમે પણ શેરબજારમાં ટાટા ગ્રુપના શેરોમાં રોકાણ કરવા માંગો છો, તો તમારા પાસે એક જોરદાર મોકો છે. વાસ્તવમાં ઘરેલૂ બ્રોકરેજ ફર્મે ટાટા ગ્રુપની એક દિગ્ગજ કંપનીના શેરો પર ખરીદીની સલાહ આપી છે. ખાસ વાત તો એ છે કે, આ શેરમાં વર્તમાન ભાવથી 13 ટકા સુધીની તેજી આવી શકે છે.
ટાટા સ્ટીલ પર લીલાધર રાઠીનો મોટો ટાર્ગેટ
મની કંટ્રોલની ખબર અનુસાર, ઘરેલૂ બ્રોકરેજ ફર્મ પ્રભુદાસ લીલાધર રાઠીએ નવેમ્બરની તેમના રિસર્ચ રિપોર્ટમાં ટાટા સ્ટીલ પર ખરીદીની સલાહ આપી છે. બ્રોકરેજ ફર્મે વર્તમાન સ્તરથી આ શેરમાં સારી એવી તેજીની શક્યતા દર્શાવી છે. જો કે, રિટર્નના મામને ટાટા સ્ટીલે ગત કેટલાક સમયમાં રોકાણકારોને નિરાશ કર્યા છે. ગત 1 મહિનામાં આ શેર 3 ટકાથી વધારે તૂટી ગયો છે.
હાલમાં જ, ટાટા સ્ટીને ચાલૂ નાણાકીય વર્ષના બીજા ક્વાટરના પરિણામ બહાર પાડ્યા છે. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાટરમાં કંપનીને 6,511.16 કરોડ રૂપિયાનો કન્સોલિડેટેડ લોસ થયો છે. જો કે, પરિણામો બાદ શેરમાં ઘટાડો આવ્યો છે. વાસ્તવમાં, કંપનીને યૂરોપીય ઓપરેશન પર દબાવ થવાથી આ નુકસાન વેઠવું પડ્યું છે.
બ્રોકરેજ ફર્મ તેમની રિપોર્ટમાં ટાટા સ્ટીલના રેવન્યૂ / EBITDA/ PAT અને CAGRમાં વધારાની આશા દર્શાવી છે. હાલ શેર 119.65ના ભાવ પર છે. સપ્ટેમ્બર 2025 સુધી તે 138 રૂપિયા સુધી પહોંચી શકે છે. આ પહેલા બ્રોકરેજ ફર્મે ટાટા સ્ટીલના શેરો પર 144 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ, હવે રિવાઈઝ઼્ડ રેટિંગની સાથે ખરીદીની સલાહ કાયમ છે.