
સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.42,778 કરોડનાં કામકાજ સાથે બંને કીમતી ધાતુઓના વાયદા ઓલ ટાઇમ હાઇ સ્તરે
ક્રૂડ તેલનો વાયદો રૂ.91 લપસ્યોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.47379 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.75783 કરોડનું ટર્નઓવરઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 27371 પોઇન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.123164.56 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.47379.12 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.75783.30 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ઓક્ટોબર વાયદો 27371 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1661.39 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 42778.71 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.115226ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.116377ના ઓલ ટાઇમ હાઇ અને નીચામાં રૂ.115100ના મથાળે અથડાઈ, રૂ.114891ના આગલા બંધ સામે રૂ.1469ના ઉછાળા સાથે રૂ.116360 થયો હતો. ગોલ્ડ-ગિની ઓક્ટોબર વાયદો 8 ગ્રામદીઠ રૂ.1195 ઊછળી રૂ.93296 થયો હતો. ગોલ્ડ-પેટલ ઓક્ટોબર વાયદો 1 ગ્રામદીઠ રૂ.156 વધી રૂ.11664ના ભાવે બોલાયો હતો. સોનું-મિની નવેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.1507ની તેજી સાથે રૂ.115824 થયો હતો. ગોલ્ડ-ટેન ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.114630ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.116177 અને નીચામાં રૂ.114611ના મથાળે અથડાઈ, રૂ.114522ના આગલા બંધ સામે રૂ.1643ના ઉછાળા સાથે રૂ.116165ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.141758ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.144179ના ઓલ ટાઇમ હાઇ અને નીચામાં રૂ.141758ના મથાળે અથડાઈ, રૂ.141889ના આગલા બંધ સામે રૂ.1931ના ઉછાળા સાથે રૂ.143820ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો રૂ.2121 ઊછળી રૂ.143994ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો નવેમ્બર વાયદો રૂ.2100ની તેજી સાથે રૂ.143960ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 2510.65 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી ઓક્ટોબર વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.3845ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.3845 અને નીચામાં રૂ.3762ના મથાળે અથડાઈ, રૂ.90ના ભાવઘટાડા સાથે રૂ.3770ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો બેરલદીઠ રૂ.5800ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5816 અને નીચામાં રૂ.5722ના સ્તરને સ્પર્શી, રૂ.5833ના આગલા બંધ સામે રૂ.91 ઘટી રૂ.5742 થયો હતો. ક્રૂડ તેલ-મિની ઓક્ટોબર વાયદો રૂ.90 ઘટી રૂ.5743ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો એમએમબીટીયુદીઠ રૂ.1.8 ઘટી રૂ.281.3 થયો હતો. નેચરલ ગેસ-મિની ઓક્ટોબર વાયદો રૂ.1.7 ઘટી રૂ.281.4ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ ઓક્ટોબર વાયદો કિલોદીઠ રૂ.972ના ભાવે ખૂલી, રૂ.2.6 ઘટી રૂ.962.6ના સ્તરે પહોંચ્યો હતો. એલચી ઓક્ટોબર વાયદો કિલોદીઠ રૂ.2400ના ભાવે ખૂલી, રૂ.5 વધી રૂ.2467ના સ્તરે પહોંચ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 17254.06 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 25524.65 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 878.66 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 113.87 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 9.38 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 399.52 કરોડનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 16108 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 52413 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 19135 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 239117 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 21291 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 22785 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 54102 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 175682 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 2236 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 12097 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 37178 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ ઓક્ટોબર વાયદો 27300 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 27435 પોઇન્ટના સ્તર અને નીચામાં 27286 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 350 પોઇન્ટ વધી 27371 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ઓક્ટોબર રૂ.5800ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.55 ઘટી રૂ.147.8 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર રૂ.290ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.25 ઘટી રૂ.13.1 થયો હતો.
સોનું ઓક્ટોબર રૂ.119000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.523 વધી રૂ.1485 થયો હતો. આ સામે ચાંદી ઓક્ટોબર રૂ.145000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.934 વધી રૂ.4773 થયો હતો. તાંબું ઓક્ટોબર રૂ.950ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.4.48 વધી રૂ.20.1ના ભાવે બોલાયો હતો. જસત ઓક્ટોબર રૂ.280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1 વધી રૂ.7.61 થયો હતો.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ઓક્ટોબર રૂ.5800ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.52.9 ઘટી રૂ.150ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની ઓક્ટોબર રૂ.280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.4 ઘટી રૂ.17.55 થયો હતો. સોનું-મિની ઓક્ટોબર રૂ.115000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.831 વધી રૂ.2803ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની ઓક્ટોબર રૂ.145000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1064.5 વધી રૂ.4830ના ભાવે બોલાયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ઓક્ટોબર રૂ.5700ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.31.5 વધી રૂ.161ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર રૂ.280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.65 વધી રૂ.17.5ના ભાવે બોલાયો હતો.
સોનું ઓક્ટોબર રૂ.110000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.149.5 ઘટી રૂ.446.5 થયો હતો.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ઓક્ટોબર રૂ.4350ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ 5 પૈસા ઘટી રૂ.8.25 થયો હતો. નેચરલ ગેસ-મિની ઓક્ટોબર રૂ.280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.65 વધી રૂ.17.55ના ભાવે બોલાયો હતો. સોનું-મિની ઓક્ટોબર રૂ.113000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.439 ઘટી રૂ.1186ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની ઓક્ટોબર રૂ.140000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.712.5 ઘટી રૂ.3328ના ભાવે બોલાયો હતો.
